નવી દિલ્હી

૧૫ હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કોવિડ હોસ્પિટલોમાં વધારો

અમદાવાદ.૧૦
કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે ગુજરાત સરકાર દ્વારા એક પછી એક નિર્ણય કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોના કેસ વધતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાેરદાર રીતે એક્શનમાં છે. કોરોના દર્દીઓ માટે હવે બેડમાં ૮૨૭નો વધારો કરવામાં આવ્યો છે. કોર્પોરેશને ૧૫ હોસ્પિટલ કોરોના હોસ્પિટલ તરીકે જાહેર કરી કરી દીધી છે. ૨૯ હોસ્પિટલમાં ૫૭૨ બેડ વધારી દીધા છે. બે હોસ્પિટલ પહેલાથી જ કોવિડ તરીકે કામ કરી રહી હતી. ૧૫ હોસ્પિટલને કોવિડ માટે જાહેર કરીને ૨૩૫ બેડ વધારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત માઇલ્ડ લક્ષણ ધરાવતા દર્દીઓને આઇસોલેશનમાં રાખી શકાય તે માટે સોલા રોડ ખાતે આવેલી તુલીપ ઇનંમાં ૨૦ બેડનો વધારો કરવામાં આવ્યો છે. રાજસ્થાન હોસ્પિટલ શાહીબાગમાં ૨૪ બેડ વધારી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો થઇ રહ્યો છે. દરમિયાન કોરોનાને ઘરભેગો કરવા માટે અનેક શહેરો અને ગામડામાં નગરોમાં સ્વંયભુ લોકડાઉન છે. શનિવાર અને રવિવારના દિવસે બંધ પાળવામાં આવનાર છે. લોકો સાવધાની સાથે આગળ આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. નગરો અને ગામોમાં પણ હવે કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. શહેરો બાદ ગામડાઓમાં નગરોમાં કેટલીક જગ્યાએ આંશિક અને કેટલીક જગ્યાએ પૂર્ણ લોકડાઉનની સ્થિતી રહેલી છે. ધાર્મિક સ્થળો પર નવા નિયમો અને પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા છે. ગાંધીનગર અક્ષરધામ સંકુલને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૩૦મી એપ્રિલ સુધી હવે તેને બંધ રાખવામાં આવશે. હવે એક પછી એક ધાર્મિક સ્થળોમાં પણ કેટલાક કઠોર નિર્ણય અમલી કરવામાં આવી રહ્યા છે. આના ભાગરૂૂપે સાળગપુર કષ્ટભજન મંદિરમાં ધર્મશાળા, ભોજનાલય તેમજ પુજાપાઠ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અન્ય ધાર્મિક સ્થળો ખાતે પણ આવા જ નિર્ણય કરવામાં આવી રહ્યા છે. સતત વધી રહેલા કોરોના કેસને લઇને મંદિર વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સાતમી એપ્રિલથી ૧૫મી એપ્રિલ સુધી મંદિરમાં આ ધાર્મિક પ્રવૃતિઓ બંધ રહેશે. જાે કે મંદિરમાં રાબેતા મુજબ દર્શન જારી રહેશે. બીજી બાજુ યાત્રાધામ ખેડબ્રહ્યા અંબિકા માતાજીના મંદિરમાં પ્રક્ષાલન વિધીના કારણે મંદિરને એક દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના અન્ય તમામ મોટા ધાર્મિક સ્થળો ખાતે અનેક કાર્યક્રમ હાલમાં બંધ રાખવામાં આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓને પણ મર્યાદિત રીતે દર્શન કરવાની તક આપવામાં આવી રહી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button