BreakingCoronaઆણંદગુજરાત

આણંદ જિલ્લામાં કોરોનાથી હોસ્પિટલોથી ઉભરાઈ જવાથી ગ્રામ્ય વિસ્તારમાં શાળા/હોલ અને સમાજની વાડીઓ કોવિડ કેર સેન્ટરમાં ફેરવાઈ

આણંદ જિલ્લામ કોરોના વાયર્સનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું વધવાને કારણે પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા
મળી રહેલ છે, જેથી આણંદ સહિત અન્ય શહેરોમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી જેથી ગતરોજ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં કોરોના વાયરસના
સંક્રમણને અટકાવવા સારૂ આણંદ જિલ્લામાં કોવીડ-૧૯ પોઝીટીવ આવેલ અને ખુબજ ઓછા લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓને તાત્કાલીક તબીબી સારવાર મળી રહે અને શરૂઆતના તબક્કામાં જ સંક્રમણને ફેલાતું ટાળી શકાય તે હેતુથી સ્થાનિક કક્ષાએ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અને સામુહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય મથક અથવા નજીકના મોટા ગામમાં આવેલ સમાજની વાડી/હોલ/શાળામાં ઓછામાં ઓછા ૨૫ બેડની વ્યવસ્થા સાથે કોરીડ કેર સેન્ટર શરૂ કરવા સુચના આપવામાં આવી હતી જેથી આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવીડ કેર સેન્ટર તાત્કાલીક શરૂ કરવાનું આયોજન કરાયું છે.

આનંદ જિલ્લામાં વધતા સંક્રમણને લઈને કોવિડકેર સેન્ટરના આયોજન માટે આનંદ જિલ્લામાં તાલુકામાં પ્રાંત અધિકરીઓની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે જેથી આણંદ જિલ્લાની કામગીરીના સંકલન અને દેખરેખ માટે નોડલ અધિકારી તરીકે જે.સી.દલાલ પ્રાંત અધિકારી,આણંદ ને આણંદ, ઉમરેઠ તાલુકો, ડી.આર.પટેલ પ્રાત અધિકારી, લબોરસદને બોરસદ અને આંકલાવ તાલુકો, એમ. આર. બ્રહ્મભટ્ટ પ્રાંત અધિકારી,પેટલાદને પેટલાદ અને સોજીત્રા સ્નેહલ પી. ભાપકર પ્રાંત અધિકારી, ખંભાત ને ખંભાત અને તારાપુર તાલુકા ખાતે નિમાયેલ છે.

Advertisement

આણંદ જિલ્લામાં શાળા,હોલ અને સમાજની વાડીમાં ચાલુ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટરની યાદી નીચે પ્રમાણે છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button