નવી દિલ્હી

કોવેકસીન બ્રાઝિલ, બ્રિટિશ અને ઇન્ડિયન વેરિયન્ટ સામે અસરકારક

નિષ્ણાંતોના અહેવાલનો અભ્યાસ, આઈ સી એમ આર દ્વારા ચકાસણી કરાઈ

 

નવી દીલ્હી,તા.૪
દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ખતરનાક લેવલ પર પહોંચી ગઇ છે અને કેટલાક રાજ્યોની હાલત ખરેખર ગંભીર બની ગઇ છે ત્યારે રસીકરણ અભિયાન દર્દીઓ માટે ખૂબ જ લાભકારક સાબિત થઈ રહ્યો છે અને નિષ્ણાંતોએ કોવેકસિન રસી ને સૌથી વધુ અસરકારક ગણાવી છે.
આઈ સી એમ આર ના નિષ્ણાંતો દ્વારા ચકાસણી બાદ અને અભ્યાસ કરીને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં એવો ઉલ્લેખ છે કે આ રસી બ્રાઝિલિયન તેમજ બ્રિટીશ અને ઇન્ડિયન વેરિયન્ટ સામે સૌથી વધુ અસરકારક છે.
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે કે આ રસી ખૂબ જ ફાયદાકારક છે અને લગભગ તમામ જાેખમી કોરોના સ્વરૂપ સામે સૌથી વધુ અસરકારક છે અને દર્દીઓની સંપૂર્ણ સુરક્ષા કરી શકે છે.બ્રાઝિલ વેરિએન્ટમાં જે સ્વરૂપ મળી આવ્યા હતા તે સૌપ્રથમ અમેરિકામાં મળ્યા હતા અને ત્યાં કોરોનાવાયરસ નો કહેર સૌથી વધુ રહ્યો હતો પરંતુ તેની સામે ભારત બાયોટેક ની રસી સૌથી વધુ અસરકારક સાબિત થઈ છે અને સંક્રમણ અટકાવી દેવા માટે સફળ રહી છે.નિષ્ણાંતો એમ કહ્યું છે કે અમને જણાવતા ખરેખર આનંદ થઈ રહ્યો છે કે અમારા અભ્યાસમાં એવું તારણ નીકળ્યું છે કે લગભગ દરેક પ્રકારના કોરોનાવાયરસ ના સ્વરૂપ ની સામે આ રસી અપેક્ષિત પરિણામ આપી રહી છે અને દર્દીઓને તેનાથી સંપૂર્ણ ફાયદો થઇ રહ્યો છે.દેશમાં આ રસી પણ લોકોને આપવામાં આવી રહી છે અને દર્દીઓને એવી છૂટ પણ આપવામાં આવી છે કે એ લોકો રસી માટે પોતાની પસંદગી જાહેર કરી શકે છે અને નિષ્ણાંતોએ આપેલા અહેવાલ થી દર્દીઓમાં ઘણી રાહતની લાગણી પેદા થઈ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button