નવી દિલ્હી

ઓક્સીજન પર આધારિત લોકોને જ ઇન્જેક્શન દેશમાં રેમડેસિવિરની કમી

અતિ જરૂરી ઇન્જેક્શનનો જથ્થો ખુટી પડતા દેશમાં આફત

 

નવી દિલ્હી,તા. ૪
મહારાષ્ટ્રમાં સહિત દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. સ્થિતી હવે એ થઇ છે કે દેશમાં કોરોના દર્દીઓ માટે ઉપયોગી રેમડેસિવિર ઇન્જેક્શનની કમી થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે કહ્યુ છે કે જે દર્દીઓ હવે ઓક્સીજન પર આધારિત છે તે દર્દીઓને જ આ ઇન્જેક્શન આપવામાં આવનાર છે. કેટલાક રાજ્યોમાં ઇન્જેક્શનની કમી ઉભી થઇ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે દેશમાં રેમડેસિવિરની કમીને લઇને કેન્દ્ર સરકારે કહ્યુ છે કે દેશમાં રેડમડેસિવિરની કોઇ કમી નથી. કેન્દ્ર સરકારે કહ્યુ છે કે ઇન્જેક્શનની કમી રહેલી છે. નિતી આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલ કહ્યુ છે કે રેમડેસિવિરનો ઉપયોગ માત્ર દર્દીઓ માટે કરવામાં આવે તે જરૂરી છે. તેમણે કહ્યુ છે કે રેમડેસિવિરનો ઉપયોગ એ દર્દીઓ માટે છે જે હોસ્પિટલમાં દાખલ છે અને બહારથી ઓક્સીજન આપવાની જરૂર છે. હળવા લક્ષણવાળા દર્દીને આની આપવાની જરૂર નથી. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા ે આ મુજબની માહિતી આપી હતી. કોરોના વાયરસના કારણે હવે થઇ રહેલા મોતના આંકડાના કારણે દહેશત વધી રહી છે. મહામારીની શરૂઆત થયા બાદ હજુ સુધી દૈનિક આવનાર કેસોની સંખ્યા હવે સૌથી વધારે છે. રવિવાર બાદ સતત કોરોનાના એક દિવસમાં એક લાખ કરતા વધારે કેસ સપાટી પર આવી રહ્યા છે.
કોરોના કહેર બનીને તુટી પડતા હાહાકાર ફેલાઇ ગયો છે. અગાઉના તમામ રેકોર્ડ તુટી ગયા છે. સતત ભારતમાં લાખો કેસ સપાટી પર આવ્યા છે. ભારતભરમાં એક્ટિવ કેસોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી સુધી પહોંચી ગઇ છે. ભારતમાં કોરોના વેક્સીન લેનાર લોકોની સંખ્યા નવ કરોડ કરતા ઉપર પહોંચી ગઇ છે. મહારાષ્ટ્રમાં હજુ સુધીના સૌથી વધુ એક દિવસમાં કેસો નોંધાયા છે. રાજસ્થાનમાં રાત્રી સંચારબંધી લાગુ કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button