નવી દિલ્હી

આગામી બે ત્રણ મહિના સુધી તકલીફ રહી શકે વેક્સીન સંકટના સાફ સંકેત

 

નવી દિલ્હી,તા. ૪
કોરોના કહેર દેશના જુદા જુદા ભાગોમાં જારી છે. કેસો અને મોતનો આંકડો રેકોર્ડ ગતિથી વધી રહ્યો છે ત્યારે નવી ચિંતાજનક બાબત સપાટી પર આવી છે. ભારતમાં આગામી બેથી ત્રણ મહિના સુધી વેક્સીનની કટોકટી રહે તેવી શક્યતા છે. એક મહિનામાં વેક્સીનના ૧૦ કરોડ ડોઝનુ ઉત્પાદન તો જુલાઇમાં જ શક્ય બનશે. હાલમાં એક મહિનામાં સરેરાશ છથી સાત કરોડ ડોઝનુ ઉત્પાદન થઇ રહ્યુ છે. દેશ છોડીને પરિવારની સાથે લંડનમાં રહેતા અદાર પુનાવાલાએ કહ્યુ છે કે ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો નથી. કારણ કે સરકાર પાસેથી વેક્સીનનો ઓર્ડર મળ્યો ન હતો. જેથી દેશમાં જુલાઇ સુધી વેક્સીન સંકટ રહી શકે છે. તેમણે કહ્યુહતુ કે જવાબદાર લોકોએ એવુ વિચાર્યુ ન હતુ કે કોરોનાની બીજી લહેરની સૌથી વધારે અસર તો ભારત પર થનાર છે. બીજી લહેર એટલી ભયાનક રહેશે તેનો કોઇને અંદાજ ન હતો. આ જ કાણસર પ્રતિ વર્ષ સરેરાશ ૧૦૦ કરોડના ડોઝના ઉત્પાદન અંગે વિચારણા કરવામાં આવી ન હતી. પુનાવાલાએ કહ્યુ હતુ કે વેક્સીનના ૧૦૦ કરોડ ડોઝના ઓર્ડર બાદ કોઇ નવા ઓર્ડર આપવામાં આવ્યા નથી. દુનિયામાં સૌથીવધારે પ્રમાણમાં વેક્સીન બનાવનાર પુણે સ્થિત સંસ્થા સીરમના વડાએ આ મુજબની વાત કરી છે. તેમણે કહ્યુ હતુ કે જ્યારે ભારતે વેક્સીન ડોઝની નિકાસ પર બ્રેક મુકી ત્યારે કંપનીએ બીજા દેશોના પૈસા પરત આપવાની શરૂઆત કરી દીધી હતી. ગયા મહિનામાં સરકારે ત્રણ હજાર કરોડ રૂપિયા આપ્યા છે. સરકારે એડવાન્સ પૈસા આપ્યા બાદ કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે પરંતુ આટલી ઝડપથી આટલા મોટા પાયે વેક્સીન શક્ય નથી. સીરમ દ્વારા જે વેક્સીન બની રહી છે તે કોવિશિલ્ડના નામે તૈયાર થઇ રહી છે. ભારત બાયોટેકને ૧૫૦૦ ૧૮ દિવસ બાદ વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવકરોડનો ઓર્ર મળ્યો છે તે પણ વેક્સીન બનાવે છે. તેમણે કહ્યુ હતુ કે એપ્રિલ સુધી તેની પાસે જે ઉત્પાદન હતુ તે તમામ ખરીદી લીધુ હતુ. મેથી રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલોેને વેકેસીન વેચવાની યોજના હતી. સરકારે પહેલી મેથી ૧૮ વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સીન આપવાની તૈયારી કરી છે જેથી સંકટ વધી ગયુ છે. જેથી પહેલી મેના દિવસે ૧૮.૩ લાખ લોકોને જ વેક્સીન લાગી શકી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button