આણંદ

સુંદણ ગામે ગાળો બોલવા અંગે ઝઘડો થતા માથામાં ડફણું માર્યું

 

આણંદ, તા. ૪
સુંદણ ગામે રામટેકરી ફળિયામાં રહેતા પ્રીતેશકુમાર હર્ષદભાઈ પટેલના પિતા હર્ષદભાઈ આશાભાઈ પટેલ અવાર નવાર સુંદણ તળાવ પાસે રોડ પરથી પસાર થતા હતા ત્યારે પ્રકાશભાઈ ઉર્ફે ચીચીયો ભાનુભાઈ ચુનારા તેઓને ગાળો બોલતો હતો. જેથી પ્રીતેશ અને હર્ષદ પ્રકાશ ઉર્ફે ચીચીયાના ઘરે જઈ ગાળો બોલવા અંગે ઠપકો આપતા પ્રકાશ ઉર્ફે ચીચીયો ઉશ્કેરાઈ ગયો હતો. અને ગાળો બોલી હર્ષદભાઈના માથામાં ડફણું મારી ઈજાઓ કરી તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી આ બનાવ અંગે પ્રીતેશકુમાર હર્ષદભાઈ પટેલે વાસદ પોલીસ મથકે પ્રકાશભાઈ ઉર્ફે ચીચીયો ભાનુભાઈ ચુનારા, કાંતિભાઈ ભાનુભાઈ ચુનારા, ભાનુભાઈ શંકરભાઈ ચુનારા સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button