નવી દિલ્હી

કેસો ઘટ્યા છતાં હજુ આંકડો ખુબ ઉંચો છે ગુજરાત: એલર્ટ રહેવુ જરૂરી

અમદાવાદ,તા. ૪
ગુજરાતમાં કોરોનાના કેસ છેલ્લા બે ત્રણ દિવસમાં ઘટ્યા છે પરંતુ હજુ સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે કેસોની સંખ્યા હજુ ખુબ મોટી છે. કોઇ પણ લાપરવાહી ભારે પડી શકે છે. સોમવારના દિવસે ૧૨૮૨૦ કેસ સપાટી પર આવ્યા હતા. સાથે સાથે મોત પણ ઘટ્યા હતા. દૈનિક ૧૪૦ મોત થયા છે. જાે કે આ આંકડો પણ ચિંતાજનક છે. હોસ્પિટલોમાં હજુ હાઉસફુલની સ્થિતી છે. રાજ્યમાં સાજા થવાનો દર ૭૪.૪૬ ટકા સુધી પહોંચી ગયો છે. ગુજરાતમાં મોતનો આંકડો વધીને ૭૬૪૮ સુધી પહોંચીગયો છે. ગુજરાતમાં હજુ મોટી સંખ્યામાં લોકો વેન્ટીલેટર પર છે. વેન્ટીલેટર પર રહેલા દર્દીઓની સંખ્યા ૭૪૭ રહેલી છે. રાજ્યમાં કોરોના વેક્સીન પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. સુરત, વડોદરા, રાજકોટમાં હાલત વધારે ખરાબ છે. અમદાવાદ હોટસ્પોટ તરીકે છે. રાજ્યમાં રિક્વરી રેટ ૭૪ ટકા છે. જે ચિંતા ઉપજાવે છે.સમગ્ર રાજ્યમાં મોતનો આંકડો હવે સેંકડોમાં પહોંચી ગયો છે. અમદાવાદ મુખ્ય રીતે હોટસ્પોટ તરીકે છે. રાજ્યના તમામ મોટા શહેરોમાં સ્મશાન ગૃહોમાં મૃતદેહોના ઢગલા થઇ રહ્યા છે. સ્મશાન ગૃહો ખાતે અંતિમસંસ્કાર માટે પણ લાઇનો લાગી રહી છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં હાલત ખુબ બેકાબુ છે. કેસોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં હવે ૩ હજારથી વધારે કેસો આવી રહ્યા છે. આંકડાને લઇને લોકોને હજુ વિશ્વાસ નથી. તમામ રાજ્યો હાલમાં પોત પોતાની રીતે વિવિધ પગલા લઇ રહ્યા છે. દર્દીઓની એકમાત્ર ગંભીર સ્થિતી થવાનુ કારણે ફેફસામાં ઇન્ફેક્શનથી ઓક્સીજન લેવલ ઘટી જવાનુ રહ્યુ છે. જેથી ઓક્સીજન, વેન્ટીલેટરની જરૂર ઉભી થઇ રહી છે. વાયરસ વિનાશકારી બનતા સ્થિતી વણસી રહી છે. ચારેબાજુ તમામ શહેરોમાંહોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થઇ રહ્યો છે.ગુજરાતમાં સાજા થવાનો દર ૭૪ ટકા થઇ ગયો છે.ગુજરાતમાં કોરોનાના કારણે મોત અને કેસનો આંકડો સતત વધી રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૨૩ દર્દીઓના મોત થયા છે.અમદાવાદમાં કોરોના વિસ્ફોટ જારી છે. ગુજરાતમાં સાજા થવાનો દર સતત ઘટી રહ્યો છે. જે ચિંતા ઉપજાવે છે. ગુજરાતમાં સાજા થવાનો દર હવે ઘટીને ૭૯ ટકા સુધી પહોંચી ગયો છે. સ્થિતી કાબુ બહાર થઇ રહી છે. કોરોનાના દૈનિક કેસોમાં અવિરત રીતે વધારો થઇ રહ્યો છે. કેસો અને મોતના આંકડામાં રેકોર્ડ વધારો થઇ રહ્યો છે. હોસ્પિટલમાં બેડની પુરતી હવે દેખાઇ રહી નથી. કેટલીક જગ્યાએ ઓક્સીજન પુરવઠો ઓછો પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ અન્ય તબીબી દવા , ઇન્જેક્શનનો અભાવ દેખાઇ રહ્યો છે. સ્થિતી ખુબ વિકટ બની રહી છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે સ્મશાન ગૃહોને જાેતા મોતનો આંકડો આના કરતા ખુબ મોટો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button