આણંદ

આણંદના મંગળપુરા સાતઓરડી પાસે યુવકને માથામાં લોખંડની પાઈપ મારી

 

આણંદ, તા. ૪
આણંદના વઘાસી રોડ ઉપર નીધી પાર્ટીપ્લોટ પાછળ રહેતા જગદીશભાઈ ગોરધનભાઈ ગોહેલ સાંજના સાત વાગે પોતાની મોટરસાયકલ લઈ ઘરે જઈ રહ્યા હતા ત્યારે આણંદ સાતઓરડી ફાટક પાસે ડીજે ભરેલા આઈશર ટેમ્પોના ચાલક હિતેશભાઈએ અચાનક આઈસરનો દરવાજાે ખોલતા જે જગદીશભાઈ સાથે અથડાતા જગદીશભાઈ મોટરસાયકલ સાથે અથડાતા હિતેશભાઈએ ગાળો બોલી હતી. ત્યારબાદ જગદીશભાઈ પોતાની મોટરસાયકલ લઈ ઘરે ગયા હતા. ત્યારે સાતઓરડી નજીક મેલડી માતાના મંદિર પાસે હિતેશભાઈ સહિત ચાર જણાએ આવી બાઈક કેમ સાઈડમાં ચલાવતો નથી તેમ કહી જગદીશભાઈને માથામાં લોખંડની પાઈપ મારી ઈજાઓ કરી હતી અને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ બુમાબુમ થતા જગદીશભાઈના પત્ની અને દિકરો છોડાવવા આવતા તેઓને પણ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી આ બનાવ અંગે જગદીશભાઈ ગોરધનભાઈ ગોહેલે આણંદ ટાઉન પોલીસ મથકે હિતેશભાઈ શનાભાઈ ગોહેલ, શનાભાઈ ગોતાભાઈ ગોહેલ, પ્રતિકા જ્યંતિભાઈ પરમાર, કિરણભાઈ રમણભાઈ ગોહેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button