આણંદ

આણંદ જીલ્લામાં એક જ દિવસમાં ૨૧૯ દર્દીઓ સ્વસ્થ થયા

પ્રથમ વખત પોઝીટીવ કેસ કરતા સ્વસ્થ દર્દીઓનો આંકડો વધુ નોંધાયો

આણંદ, તા. ૪
આણંદ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ૪૩૫ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેની સામે સોમવારે એકીસાથે ૨૧૯ દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સોમવારના રોજ સ્વસ્થ થવાનો રેસીયો ૧૮૦ ટકા નોંધાયો છે. જાેકે છેલ્લા એક સપ્તાહમાં ૪૦ ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલમાં ૧૦૨૧ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે હોમ આઈસોલેશનમાં ૧૩૩ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આણંદ જીલ્લામાં એપ્રિલ માસમાં ૧૮૦૦ થી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે ત્રણ દિવસમાં ૪૩૫ દર્દીઓ નોંધાયા છે. તેની સામે ૪૧૪ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આમ જીલ્લામાં હાલ ૯૦ ટકા દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફરી રહ્યા છે. જાેકે કોરોનાની ગતિ હજુ પણ આણંદ જીલ્લામાં વધઘટ થઈ રહી છે. જે ચિંતાનો વિષય બની ગયો છે. જીલ્લામાં વેકસીનની કામગીરી પણ નબળી પડી ગઈ છે. ગઈકાલે ત્રણ હજાર લોકોને રસી મુકવામાં આવી.
કોરોના સંક્રમણ ઘટાડવું હોય તો સૌથી શ્રેષ્ઠ ઉપાય એકમાત્ર વેકસીન છે ત્યારે હાલમાં જીલ્લામાં વેકસીનનો પુરતો સ્ટોક આવતો નથી. જેના કારણે રસીકરણની કામગીરી અટકી ગઈ છે. કેટલાક કેન્દ્રો ઉપર સવારથી જ રસી ન હોવાને કારણે ધરમધક્કા ખાવા પડે છે.
આણંદ જીલ્લાની હોસ્પિટલમાં ૧૦૨૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ૫૨૯ દર્દીઓની હાલત સ્થિર છે. ૪૩૨ દર્દીઓ ઓક્સીજન ઉપર છે. ૨૮ દર્દી બીપ પર છે. જ્યારે ૩૨ દર્દી વેન્ટીલેટર પર છે. ૧૩૩ દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. તેમાંથી સરકારી બેડ ઉપર ૩૦૦ થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. બાકીના તમામ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આણંદ જીલ્લામાં રીકવરી રેટ સારો જાેવા મળ્યો છે પરંતુ છેલ્લા ૧૫ દિવસથી સતત કેસ વધી રહ્યા હોવાથી હોસ્પિટલોમાં બેડ ભરેલા જાેવા મળે છે.
આણંદ જીલ્લામાં કોરોના સંક્રમણની ગતિ યથાવત જાેવા મળી રહી છે ત્યારે તેને ઘટાડવા માટે હજુ પણ લોકો જાગૃત થયા નથી. તેના કારણે કેસો વધી રહ્યા છે. હાલમાં તો શહેરી વિસ્તારોમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાતું નથી તેમજ માસ્કનો ઉપયોગ ઓછો જાેવા મળે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારની પ્રજા સામાજીક પ્રસંગો, ધાર્મિક પ્રસંગોમાં મેળાવડાઓ કરીને કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે. જાે કોરોના સંક્રમણને અટકાવવું હશે તો અગાઉન છ મહિનામાં કોવીડના નિયમોનું પાલન કરીને તમામ ધાર્મિક કાર્યક્રમો ટાળવા જાેઈએ.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button