નવી દિલ્હી

મોટા પાયે વેક્સીનનુ ઉત્પાદન છતાં હાલમાં વેક્સીન ખુટી પડી વેક્સીન કટોકટીથી નવી આફત

જુલાઇ સુધી પુરતા પ્રમાણમાં વેક્સીન ઉપલબ્ધ: હાલામં દિન રાત એક કરીને વેક્સીનનુ ઉત્પાદન: બગાડને પણ રોકવાની તાકીદની જરૂર

 

 

Advertisement

કોરોના કહેર દેશમાં જારી છે અને લોકોના મોટી સંખ્યામાં મોત થઇ રહ્યા છે. દરરોજ લાખોની સંખ્યામાં કેસો સપાટી પર આવી રહ્યા છે. આવી સ્થિતીમાં વેક્સીન પ્રક્રિયા પણ વધારે તીવ્ર કરવામાં આવી રહી છે. જાે કેહાલમાં દેશના મોટા ભાગના રાજ્યોમાં વેક્સીનનો જથ્થો ખુટી પડ્યો છે. આવી સ્થિતીમાં વેક્સીન સંકટ પણ છે. કેટલાક રાજ્યો તો વેક્સીન આપવાની પ્રક્રિયા ધારણા પ્રમાણે આગળ વધારી શક્યા નથી. કારણ કે વેક્સીન જથ્થો હજુ સુધી પહોંચી રહ્યો નથી. કેન્દ્ર સરકારે તમામ રીતે સક્રિય રહીને પ્રયાસો જારી રાખ્યા છે. જાેકે માંગ અનેક ગણી વધી ગઇ છે. જે મોટી સમસ્યા સર્જે છે. વેક્સીનને લઇને હજુ કટોકટી જારી રહી છે થોડાક સમય પહેલા સુધી રેમડિસિવર ઇન્જેક્શનની કટોકટી રહી હતી. ત્યારબાદ હોસ્પિટલની કટોકટી રહી હતી. હવે વેક્સીનની સમસ્યા મુશ્કેલી ઉભી કરી શકે છે. વેક્સીન આપવાની પ્રક્રિયા ત્રીજા તબક્કામાં પ્રવેશી ગઇ છે. જેમાં પહેલી મેથી ૧૮ વર્ષથી ઉપરની વયના લોકોને વેકસીન આપવામાં આવી રહી છે. ૧૬મી જાન્યુઆરીના દિવસે દેશમાં વેક્સીન આપવાની પ્રક્રિયા શરૂ થઇ હતી. જેમાં સૌથી પહેલા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. ત્યારબાદ મોટી વયના લોકોને વેક્સીન આપવામાં આવી હતી. ત્યારબાદ ૪૫ વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવામાં આવી હતી.હવે ૧૮ પ્લસને વેક્સીન આપવામાં આવી રહી છે. જાે કે વેક્સીન કટોકટી પણ હવે સર્જાઇ છે. દેશના જુદા જુદા ભાગોમાં જારી છે. કેસો અને મોતનો આંકડો રેકોર્ડ ગતિથી વધી રહ્યો છે ત્યારે નવી ચિંતાજનક બાબત સપાટી પર આવી છે. ભારતમાં આગામી બેથી ત્રણ મહિના સુધી વેક્સીનની કટોકટી રહે તેવી શક્યતા છે. એક મહિનામાં વેક્સીનના ૧૦ કરોડ ડોઝનુ ઉત્પાદન તો જુલાઇમાં જ શક્ય બનશે. હાલમાં એક મહિનામાં સરેરાશ છથી સાત કરોડ ડોઝનુ ઉત્પાદન થઇ રહ્યુ છે. દેશ છોડીને પરિવારની સાથે લંડનમાં રહેતા અદાર પુનાવાલાએ કહ્યુ છે કે ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો નથી. કારણ કે સરકાર પાસેથી વેક્સીનનો ઓર્ડર મળ્યો ન હતો. જેથી દેશમાં જુલાઇ સુધી વેક્સીન સંકટ રહી શકે છે. તેમણે કહ્યુહતુ કે જવાબદાર લોકોએ એવુ વિચાર્યુ ન હતુ કે કોરોનાની બીજી લહેરની સૌથી વધારે અસર તો ભારત પર થનાર છે. બીજી લહેર એટલી ભયાનક રહેશે તેનો કોઇને અંદાજ ન હતો. આ જ કાણસર પ્રતિ વર્ષ સરેરાશ ૧૦૦ કરોડના ડોઝના ઉત્પાદન અંગે વિચારણા કરવામાં આવી ન હતી. પુનાવાલાએ કહ્યુ હતુ કે વેક્સીનના ૧૦૦ કરોડ ડોઝના ઓર્ડર બાદ કોઇ નવા ઓર્ડર આપવામાં આવ્યા નથી. દુનિયામાં સૌથીવધારે પ્રમાણમાં વેક્સીન બનાવનાર પુણે સ્થિત સંસ્થા સીરમના વડાએ આ મુજબની વાત કરી છે. તેમણે કહ્યુ હતુ કે જ્યારે ભારતે વેક્સીન ડોઝની નિકાસ પર બ્રેક મુકી ત્યારે કંપનીએ બીજા દેશોના પૈસા પરત આપવાની શરૂઆત કરી દીધી હતી. ગયા મહિનામાં સરકારે ત્રણ હજાર કરોડ રૂપિયા આપ્યા છે. સરકારે એડવાન્સ પૈસા આપ્યા બાદ કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે પરંતુ આટલી ઝડપથી આટલા મોટા પાયે વેક્સીન શક્ય નથી. સીરમ દ્વારા જે વેક્સીન બની રહી છે તે કોવિશિલ્ડના નામે તૈયાર થઇ રહી છે. ભારત બાયોટેકને ૧૫૦૦ કરોડનો ઓર્ર મળ્યો છેતે પણ વેક્સીન બનાવે છે. તેમણે કહ્યુ હતુ કે એપ્રિલ સુધી તેની પાસે જે ઉત્પાદન હતુ તે તમામ ખરીદી લીધુ હતુ. મેથી રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલોેને વેકેસીન વેચવાની યોજના હતી. સરકારે પહેલી મેથી ૧૮ વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સીન આપવાની તૈયારી કરી છે નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button