નવી દિલ્હી

કોરોનાની માઠી અસરને કારણે ૭૫ લાખ લોકોની નોકરી ગઇ ભારતના શહેરી ક્ષેત્રોમાં બેરોજગારીનો દર ૯.૭૮ ટકા

 

નવી દિલ્હી,તા.૪
દેશમાં કોરોનાના કારણે હાલત ખરાબ થઇ રહી છે. કોરોનાની માઠી અસર ફરી એકવાર દેખાઇ રહી છે. શ્રેણીબદ્ધ નિયંત્રણોના કારણે એપ્રિલમાં ૭૫ લાખ લોકોની નોકરી જતી રહી છે. સાથે સાથે બેરોજગારીના દરમાં ઉલ્લેખનીય વધારો થયો છે. શહેરી ક્ષેત્રોમાં બેરોજગારીનો દર ૯.૭૮ ટકા રહ્યો છે. જ્યારે ગ્રામીણ સ્તર પર બેરોજગારીનો દર ૭.૧૩ ટકા રહ્યો છે. સ્થાનિક સ્તર પર લોકડાઉન અને અન્ય નિયંત્રણોના કારણે સ્થિતી વધારે વણસી ગઇ છે. નવા રિપોર્ટમાં આ મુજબની વાત કરવામાં આવી છે. મોટા શહેરોમાં તમામ પ્રવૃતિઓ ઠપ્પ છે. મહારાષ્ટ્રમાં સ્થિતી દિન પ્રતિદિન વધુને વધુ ખરાબ થઇ રહી છે.
લોકડાઉન લાગુ કરવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં લોકોની નોકરી જતી રહી છે. અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ પણ લોકો મોટા પાયે હિજરત કરી રહ્યા છે. મહારાષ્ટ્રના તમામ સ્ટેશનો પર લોકોની લાંબી લાઇન જાેવા મળી રહી છે. મહારાષ્ટ્રમાંથી લોકોની મોટા પાયે હિજરત થઇ રહી છે.આવી જ રીતે નાગપુર અને પુણેમાં પણ સ્ટેશન પર, બસ સ્ટેશનો પર લાંબી લાઇનો જાેવા મળી રહી છે. પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં લઇને સ્ટેશનો પર અંધાધુંધીને ટાળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મધ્ય રેલવે દ્વારા લોકોને પરેશાન ન થવા સાથે સાથે સ્ટેશનો પર ભીડ ન કરવાની અપીલ કરી છે. કોરોના વાયરસની બીજી લહેરથી હાલત ખુબ ચિંતાજનક બની ગઇ છે. રાજ્યની હોસ્પિટલમાં બેડ, વેન્ટીલેટરો, ખુટી પડ્યા છે. સાથે સાથે કોરોના દર્દીઓ માટે ઇન્જેક્શન રેમડેસિવર દવા અને ઓક્સીજનનો જથ્થો ખુટી પડ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા રેકોર્ડ કેસોને ધ્યાનમાં લઇને સરકારે મિનિ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. આઇસીયુમાં પણ કોઇજગ્યા ખાલી રહી નથી. કોરોના પર કાબુ મેળવી લેવા માટે આ મુજબની જાહેરાત કરવામાં આવી છે. ઇન્જેક્શનની માંગ વધી ગઇ છે. વિમાનોનો ઉપયોગ કરીને ઓક્સીજનનો જથ્થો આપવા ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે માર્ગ મારફતે ઓક્સીજન પહોચવામાં સમય લાગી શકે છે.
ઘરની બહાર નહી નિકળવા માટે લોકોને કહેવામાં આવ્યુ છે. સરકાર એક મહિનાના મિની લોકડાઉન દરમિયાન જરૂરિયાતવાળા લોકોને આર્થિક સહાય આપશે. જેથી ૫૪૦૦ કરોડ રૂપિયાનો બોજ પડશે. સાત કરોડ લોકોને આગામી એક મહિના સુધી ત્રણ ત્રણ કિલો ઘઉં, અને ચોખા પણ આપશે. વિવિધ રાજ્યોમાં લોકડાઉન, સ્વૈચ્છિક લોકડાઉના કારણે ભારે નુકસાન થઇ રહ્યુ છે. લાખો લોકોની નોકરી જતી રહી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button