આણંદ

બોરસદ ઃ રહેણાંક વિસ્તારમાં ૧૦૮ને પાલિકા દ્વારા સેનેટરાઇઝ કરવામાં આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો

આણંદ,તા.૧૭
બોરસદ શહેર ચોકડી નજીક આવેલ સોસાયટી વિસ્તારમાં શંકાસ્પદ દર્દીને લાવ્યા બાદ ૧૦૮ના કર્મચારીઓએ પાલિકાના કર્મચારીઓ પાસે ૧૦૮ને સેનેટરાઈજ કરાવતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે એક તરફ કોરોના વાયરસએ સમગ્ર વિશ્વ સાથે ભારતભરમાં હાહાકર મચાવ્યો છે ત્યારે આણંદ જિલ્લામાં પણ રોજ નવા કેસો ઉમેરાતા લોકોમાં કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે જેને લઇ લોકો લોકડાઉનનો અમલ કરી પોતાના ઘરે જ રહી રહ્યા છે ત્યારે આવા સમયે સોસાયટીના ખુલ્લા મેદાનમાં ૧૦૮ને સેનેટરાઇઝ કરવામાં આવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને સેનેટરાઇઝ કરનાર પાલિકાના કર્મચારીઓ અને ૧૦૮ના કર્મચારીઓ વિરુદ્ધ રોષ પણ જોવા મળ્યો હતો મળતી વિગતો અનુસાર બોરસદ તાલુકાના કાંઠાગાળાના એક ગામમાં બહારના જિલ્લામાંથી આવેલ એક વ્યક્તિને ૧૦૮ દ્વારા બોરસદ સરકારી દવાખાનામાં લાવવાંમાં આવ્યો હતો અહીંયા દર્દીને ઉતાર્યા બાદ પરત ફરતી વખતે ૧૦૮ના કર્મચારીઓએ પાલિકા દ્વારા નવા વસાવવામાં આવેલ ઓટોમેટિક સેનેટરાઇઝ મશીન દ્વારા વાસદ ચોકડી નજીક આવેલ સોસાયટી વિસ્તારમાં ૧૦૮ લઇ જઈ પાલિકાના કર્મચારીઓ પાસે ૧૦૮ને સેનેટરાઇઝ કરાવી હતી.આ વિસ્તારમાં ૬ થી વધુ સોસાયટીઓ આવેલ છે જેમાં ૩૫૦૦થી વધુ માનવ વસ્તી વસવાટ કરે છે ત્યારે આ વિસ્તારમાં ૧૦૮ને કેમ લાવવામાં આવી અને સોસાયટીના મેદાનમાં સૅનેટાઇઝ કેમ કરવામાં આવી તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા આ બાબતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો પરંતુ ૧૦૮ના કર્મચારીઓ અને પાલિકાના કર્મચારીઓ સ્થાનિકોની વાતને સાંભળ્યા વગર જ કામગીરી કરી હતી જેને લઇ લોકોમાં ફફડાટ સાથે રોષ ફેલાયો હતો બોરસદમાં એવી અનેક જગ્યા છે જ્યાં કોઈ રહેતું નથી તેવા વિસ્તારમાં લઇ જવાના બદલે રહેણાંક વિસ્તારમાં ૧૦૮ને સેનેટરાઇઝ કરવામાં આવતા પાલિકાના કર્મચારીઓ અને ૧૦૮ના કર્મચારીઓ વિરુદ્ધ રોષ ફાટી નિક્ળ્યો છે સ્થાનિકોએ આ કામગીરીનો વિડિઓ ઉતારી જિલ્લા કલેકટર સુધી ફરિયાદ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે એક તરફ સરકાર વાયરસનો સર્ક્મણ અટકાવવા લોકોને ઘરોમાં રહેવા જણાવી રહી છે બીજી તરફ કેટલાક સરકારી કર્મચારીઓ આવા કામો કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button