આણંદ
આણંદમાં ઈંટો ખસેડવા બાબતે ઝધડો થતા માથામાં ઈંટ મારી


આણંદ,તા.૨૩
આણંદ શહેરમાં લોટીયા ભાગોળ વિસ્તારમાં ઈંટો ખસેડવા બાબતે ઝધડો થતા માથામાં ઈંટ મારી ઈજાઓ કર્યાની ફરીયાદ આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ છેય
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં લોટીયા ભાગોળ વિસ્તારમાં ઉંડી શેરી વિસ્તારમાં રહેતા સુનીલભાઈ અરવિંદભાઈ ચાવડા સાથે ઈંટો ખસેડવા બાબતે મહેશભાઈ મંગળભાઈ ચૌહાણએ ઝધડો કરી ઉસ્કેરાઈ જઈને સુનીલભાઈને છુટ્ટી ઈંટ મારી કપાળ પર ઈજાઓ કરી હતી,તેમજ ઈન્દીરાબેનને કાન પર ઈજાઓ કરી હતી જેથી આ બનાવ અંગે સુનીલભાઈ અરવિંદભાઈ ચાવડાએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે મહેશભાઈ મંગળભાઈ ચૌહાણ,ચિરાગ મહેશભાઈ ચૌહાણ, વિમળાબેન મહેશભાઈ ચૌહાણ,જગદીશભાઈ ચંદુભાઈ ચાવડા તમામ રહે.આણંદ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement