whoએ સ્વીકાર્યું કોરોના વાયરસ ફેલાવવામાં ચીનમાં આવેલ વુહાન શહેરની હતી ભૂમિકા

બેઇંજિંગ, તા. ૯
કોરોના વાયરસને લઈને વિશ્વ ચીન પર આરોપ લગાવી રહ્યું છે કે તેણે પોતાના ત્યાં વાયરસ ફેલાતો રોકવાનો પ્રયાસ યોગ્ય સમયે કર્યાે નહીં. આ ઉપરાંત તેણે સમગ્ર વિશ્વને પણ અંધારામાં રાખ્યું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઉૐર્ં) પર ચીનનો પક્ષ લેવાના આરોપો લાગ્યા છે. જાકે, હવે ઉૐર્ંએ કહ્યું છે કે, ચીનના વુહાન માર્કેટની કોરોના વાયરસ ફેલાવવામાં ભૂમિકા રહી છે. તેણે આ દિશામાં વધારે સંશોધન કરવાની જરૂર છે તેમ પણ જણાવ્યું છે.
ઉૐર્ં ના ફૂડ સેફ્ટી જિનેટીક વાયરસ એક્સપર્ટ ડાક્ટર પીટર બેન એમ્બરેકે કહ્યું છે કે માર્કેટે આ વાયરસમાં ભૂમિકા ભજવી છે તે સ્પષ્ટ છે પરંતુ કઈ ભૂમિકા તે હજી સુધી અમને ખ્યાલ નથી. શું તે વાયરસનો †ોત હતું કે પછી ત્યાંથી વધ્યો કે પછી સંયોગવશ કેટલાક કેસ માર્કેટની અંદર અને તેની આસપાસ ફેલાયો. ચીને જાન્યુઆરીમાં વાયરસને ફેલાતો રોકવા માટે વુહાન માર્કેટને બંધ કરી દીધું હતું.
પીટરે કહ્યું છે કે તે વાત સ્પષ્ટ થઈ શકી છે કે જીવતા પ્રાણીઓ કે ઈન્ફેક્ટેડ દુકાનદારો કે ખરીદદારોમાંથી કોણ વાયરસ માર્કેટમાં લાવ્યું હતું. પીટરે ચીન પર લગાવવામાં આવી રહેલા અમેરિકાના આરોપોનો કોઈ જ જવાબ આપ્યો નથી. નોંધનીય છે કે અમેરિકાએ દાવો કર્યાે છે કે તે તેની પાસે તે વાતના પુરતા પુરાવા છે કે વાયરસ ચીનમાં જ ઉત્પન્ન થયો છે.
પીટરે કહ્યું છે કે રિચર્સને મર્સ વાયરસ ઊંટમાંથી ઉત્પન્ન થયો હતો તે શોધવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો. હજી પણ મોડું થયું નથી. મર્સ વાયરસ ૨૦૧૨માં સાઉદી અરબમાં ઉત્પન્ન થયો હતો અને મિડલ ઈસ્ટમાં ફેલાયો હતો.
પીટરે તે પણ કહ્યું છે કે તપાસની વાત કરવામાં આવે તો તે વાતની શક્યતા વધારે છે કે ચીનની પાસે તપાસના તમામ સાધનો છે અને ઘણા શ્રેષ્ઠ સંશોધકો પણ છે.
પીટરે દુનિયાભરમાં વેટ માર્કેટમાં નિયમોનું પાલન કરાવવામાં, સાફ-સફાઈની સુવિધાઓમાં સુધારો કરવાની તથા કેટલાક માર્કેટને બંધ કરવામાં આવે તેવું પણ કહ્યું છે. તેમણે કહ્યું છે કે, વેસ્ટ મેનેજમેન્ટ, લોકો અને સામાનની હેરફેર તથા જીવતા પ્રાણીઓની પ્રોડક્ટ્સને અલગ કરવા પર ધ્યાન આપે.