નવી દિલ્હી

દેશમાં થયેલ લોકડાઉનને કારણે એમફીલને એમબીએની ડિગ્રી ધરાવતું દંપતી ગુજરાન ચલાવવા મજૂરીકામ કરવા મજબૂર

હૈદરાબાદ, તા. ૧૯
દેશભરમાં લોકડાઉન ૪.૦ લાગુ કરી દેવાયું છે. લોકડાઉનના કારણે ફેક્ટરીઓ અને ધંધા બંધ છે, જેના કારણે મોટાભાગના લોકોની Âસ્થતિ કફોડી બની ગઈ છે. છેલ્લા ૧૨ વર્ષથી ખાનગી ઇÂન્સ્ટટ્યૂટમાં શિક્ષકની નોકરી કરતા ચિરંજીવી કે. પણ યાદાદ્રી ભુવનગિરીમાં મજૂરીકામ કરીને વેતન મેળવવા મજબૂર થયા છે. લોકડાઉન જાહેર થયા બાદ સ્કૂલોએ પગાર ન ચૂકવતાં, પરિવારનાં છ સભ્યોનું પેટ ભરવા માટે તેમણે આ રસ્તો અપનાવ્યો છે.ચિરંજીવી સ્છ, સ્ઁરૈઙ્મ સહિત ત્રણ ડિગ્રી ધરાવે છે, જ્યારે તેમની પત્નીએ સ્મ્છ કર્યું છે અને તે પણ ખાનગી સ્કૂલમાં શિક્ષક છે. આ દંપતી છેલ્લા એક અઠવાડિયાથી ધોમધખતા તાપમાં અન્ય મજૂરો સાથે મજૂરી સાથે મજૂરીકામ કરી રહ્યા છે. લોકડાઉન થયું તે પહેલા પરિવારની આવક મહિને ૬૦ હજાર રૂપિયા હતી. જે આજે શૂન્ય થઈ ગઈ છે.
આવી Âસ્થતિમાં ચિરંજીવી એકલા નથી. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં સ્કૂલો, જુનિયર કાલેજ, ડિગ્રી અને પ્રોફેશનલ કોલેજમાં અભ્યાસ કરાવતા ઘણા એવા શિક્ષકો છે જેઓ લોકડાઉનના કારણે મજૂરીકામ કરવા મજબૂર થયા છે. મોટાભાગના શિક્ષકો પાસે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી છે અને છેલ્લા એક દશકાથી નોકરી રહ્યા છે.
અત્યાર સુધી તો આપણને માત્ર ખેડૂતોને આત્મહત્યા કરતા જાયા છે પરંતુ હવે શિક્ષકો જાવા મળશે તેમ ચિરંજીવીએ કહ્યું છે.
અમારામાંથી કોઈને પણ એપ્રિલ મહિનાનો પગાર મળ્યો નથી. અમને ડર છે કે ઓક્ટોબર સુધી આવી Âસ્થતિ હશે.
મારે બે દીકરીઓ છે અને બંને જુનિયર કેજીમાં છે. આ સિવાય ઘરમાં વૃદ્ધ માતાપિતા પણ છે. વ્હાઈટ રાશન કાર્ડ હોવા છતાં પણ અમને રાશન નથી મળતું. તેમજ રાજયએ રાહત તરીકે ૧૫૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું તે પણ મળતા નથી. તેમ તેણે ઉમેર્યું.
‘અમને પગાર નથી આપ્યો છતાં સ્કૂલો અને કોલેજાએ એડમિશન સંબંધિત કામમાં મદદ કરવાનું કહ્યું છે. હું હાલ પેઈન્ટર અને મજૂર તરીકે કામ કરું છું. મને રોજના ૩૦૦ રૂપિયા મળે છે. જેમાંથી હું મારા અને પરિવારનું પેટ ભરું છુ. તેમ છેલ્લા આઠ વર્ષથી શાળામાં સામાજિક વિજ્ઞાન ભણાવાતા શિક્ષક એમ. જયરામે કહ્યું.કેટલાક શિક્ષકોએ તો ફ્રુટ અને શાકભાજી વેચવાનું પણ શરૂ કરી દીધું પરંતુ અચાનક બદલેલા વ્યવસાયથી તેઓ આ વિશે ખુલ્લીને બોલવામાં સંકોચ અનુભવી રહ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button