Bankingઆણંદગુજરાતનડીયાદ

જાણો ST બસમાં મુસાફરી કરવા માટે કયા નિયમોનું પાલન કરવું પડશે અને કયા રૂટ ઉપર ચાલુ થશે.

  • એસટી નિગમ દ્વારા રાજ્યમાં બુધવારથી એસટી બસ સેવા શરૂ કરવામાં આવશે.
  • એસટી બસ સેવા ચાર ઝોનમાં વહેંચણી
  • સૌરાષ્ટ્ર ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન, ઉત્તર ગુજરાત ઝોન અને મધ્ય ગુજરાત ઝોન એમ ચાર ઝોન
  • એક ઝોનમાંથી બીજા ઝોનમાં હાલ એસટી જશે નહિ
  • મોટી બસમાં 30 પ્રવાસીઓ અને મીની બસમાં 18 પ્રવાસી
  • બસમાંથી પ્રવાસી પાનની પીચકારી નહીં મારી શકે.
  • મુસાફરોએ બસ માટે ઓનલાઇન ટિકિટ લેવાની રહેશે. બસ સ્ટેશના ખાતે ટિકિટ વિન્ડો ઉપરથી ટિકિટ નહીં મળે.
  • બસ સ્ટેન્ડ પર થર્મલા સ્ક્રીનીંગ કરાશે. માસ્ક પહેરેલા પ્રવાસીને જ બસમાં બેસવા દેવાશે
  • સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી જ આ બસ સેવા ચાલુ રહેશે

ગુજરાતમાં સીએમ રૂપાણીએ રાજ્યમાં લોકડાઉન 4ની ગાઈડલાઈન ની જાહેરાત કરતી વખતે અમદાવાદમાં પ્રવેશ સિવાય એસટી બસોની સેવા શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જે મામલે આજે એસટી નિગમ દ્વારા રાજ્યમાં બસો. દોડાવવાની લઈ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં એસટી બસ સેવાને ચાર ઝોનમાં વહેંચી દેવામાં આવી છે. અને એસટી બસમાં મુસાફરી માટેનાં નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે.

એસટી નિગમ દ્વારા રાજ્યમાં બુધવારથી એસટી બસ સેવા શરૂ કરવામાં આવશે.

Advertisement

એસટી બસ સેવા ચાર ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન, ઉત્તર ગુજરાત ઝોન અને મધ્ય ગુજરાત ઝોન એમ ચાર ઝોનમાં એસટી સેવા શરૂ થશે. પ્રથમ તબક્કે એસ.ટી. બસ માત્ર જે તે ઝોનમાં જ દોડશે. અર્થાત સૌરાષ્ટ્ર ઝોનમાં એસ.ટી. બસ રાજકોટ-ભાવનગર, જુનાગઢ, પોરબંદર, કચ્છ, જામનગર જેવા જિલ્લાઓમાં દોડશે. એ ઝોનની બસ બીજા ઝોનમાં પ્રવેશ નહીં કરે.

આ ઉપરાંત મુસાફરોએ બસ માટે ઓનલાઇન ટિકિટ લેવાની રહેશે. બસ સ્ટેશના ખાતે ટિકિટ વિન્ડો ઉપરથી ટિકિટ નહીં મળે. આ ઉપરાંત ટિકિટ માટેની રકમની ચૂકવણી પણ ડિજિટલ પેમેન્ટ થકી કરવાની રહેશે. એસ.ટી. બસની અંદર કંડકટર નહીં હોય કે બસની અંદરથી ટીકીટ નહી મળે. આ સિવાય બસ સ્ટેન્ડ પર થર્મલા સ્ક્રીનીંગ કરાશે. માસ્ક પહેરેલા પ્રવાસીને જ બસમાં બેસવા દેવાશે. બસમાં 60 ટકા કેપેસીટી મુજબ પ્રવાસીઓને બેસાડશે અર્થાત મોટી બસમાં 30 પ્રવાસીઓ અને મીની બસમાં 18 પ્રવાસી મુસાફરી કરી શકશે. બસમાંથી પ્રવાસી પાનની પીચકારી નહીં મારી શકે.

Advertisement

સાંજના સાત વાગ્યાથી નાઈટ કરફ્યુ લાગુ થવાને કારણે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી જ આ બસ સેવા ચાલુ રહેશે. કોઇપણ બસ સાંજે 6 વાગ્યા સુધીમાં જે તે શહેરમાં પહોંચી શકે અને ત્યારબાદ પ્રવાસીઓને પોતાના ઘરે કે અન્યત્ર પહોંચવા માટે એક કલાકનો સમય મળે. સાંજના સાત થી સવારના 7 વાગ્યા સુધી એસટી બસ દોડશે નહીં.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button