નવી દિલ્હી

ભારતમાં હવે એÂક્ટવ કેસ ઇટાલી કરતા વધારે ૬૩ હજારથી વધુ એÂક્ટવ કેસ

નવી દિલ્હી,તા. ૨૧
કોરોના વાયરસના કારણે દેશભરમાં આતંક જારી છે. હવે દુનિયાભરમાં સૌથી વધારે એÂક્ટવ કેસોના મામલે ભારત પાંચમાં સ્થાન પર છે. ઇટાલી કરતા વધારે એÂક્ટવ કેસો હવે ભારતમાં નોંધાયેલા છે. સૌથી વધારે એÂક્ટવ કેસો દુનિયામાં હાલમાં અમેરિકામાં છે. ભારતમાં કોરોના કેસોની સંખ્યા ૧.૧૨ લાખ કરતા પણ વધારે છે. જે પૈકી એÂક્ટવ કેસોની સંખ્યા ૬૩ હજારથી વધારે છે. અમેરિકા, રશિયા, બ્રાઝિલ અને ફ્રાન્સ બાદ હવે સૌથી વધારે એÂક્ટવ કેસો હવે ભારતમાં છે. ભારતમાં રિક્વરી રેટ પ્રમાણમાં સારો છે. દેશમાં હજુ સુધી ૪૫ હજારથી વધારે લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. જ્યારે ૩૪૦૦થી વધારે કોરોના દર્દીઓ દમ તોડી ચુક્યા છે. ઇટાલી એવા દેશમાં છે જ્યા કોરોના વાયરસે સૌથી વધારે આતંક મચાવ્યો છે. હજુ સુધી કોવિડ-૧૯ના કારણે ઇટાલીમાં ૩૨૩૩૦ લોકોના મોત થયા છે. કુલ કેસોની સંખ્યા સવા બે લાખ કરતા વધારે છે. ભારતમાં આ સપ્તાહની શરૂઆતથી દરરોજ ૫૦૦૦થી વધારે કેસો આવી રહ્યા છે. ભારતમાં રિક્વરી રેટ ૪૦ ટકા છે. પ્રતિ ૧૦ લાખ વસ્તી પર ડેથ રેટ પણ ઓછો રહેલો છે. દેશમાં કોરોના વાયરસને કાબુમાં લેવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં Âસ્થતી ખરાબ થયેલી છે. ૨૨મી માર્ચના દિવસે જનતા કરફ્યુ બાદ ૨૪મી માર્ચથી લોકડાઉનની Âસ્થતી દેશમાં રહેલી છે. ભારતમાં કેસોની સંખ્યા એક લાખ કરતા ઉપર પહોંચી ગઇ છે. આની સાથે જ કેસોની સંખ્યા ચીન કરતા વધારે થઇ ગઇ છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં Âસ્થતી કાબુમાં આવી રહી નથી. મુંબઇમાં સૌથી વધારે કેસો રહેલા છે. આવી જ રીતે બીજા સ્થાન પર અમદાવાદ છે. કરોના વાયરસનો હાહાકાર જારી રહ્યો છે.થઇ રહ્યો છે. મુબંઇ, દિલ્હી. અમદાવાદ, ઇન્દોર અને પુણેમાં Âસ્થતી ચિંતા ઉપજાવે તેવી રહેલી છે. કેરળમાં રિકવરી રેટ બેસ્ટ છે. જ્યારે ગુજરાતમાં રિક્વરી રેટ સૌથી ખરાબ છે. પ્રવાસી મજુરોના કારણે કોરોના હવે ગ્રામીણ વિસ્તારોમાં પહોચી જતા ચિંતા વધી ગઇ છે. ભારતમાં કોરોનાના જે કેસો નોંધાયા છે તે પૈકી અડધાથી વધારે કેસો દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નાઇ, પુણે સહિતના શહેરોમાં નોંધાયા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button