આણંદ

અરબી અને બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર સીસ્ટમને કારણે ચરોતરમાં વાદળો છવાયા

આણંદ, તા. ૨૮
આણંદ ખેડા જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન ૪૨ ડીગ્રીથી ઉપર રહેતો હતો. જેના કારણે અસહ્ય કરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. જાકે બુધવાર સાંજથી વાતાવરણ પલટાઈ રહ્યું છે અને મોડી રાત્રે ૭ થી ૮ કિ.મી.ની ઝડપે ઠંડા પવનો ફુંકાતા હતા. જ્યારે અરબી અને બંગાળની ખાડીમાં સમુદ્રની અંદર નવી લો-પ્રેશર સીસ્ટમ બે સક્રિય થઈ રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલ્ટો પણ જાવા મળી રહ્યો છે.
આણંદ-ખેડા જીલ્લા સહિત મધ્ય ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી આગજળતી ગરમી વર્ષી રહી હતી. સૌ કોઈ ત્રાહિમામ પોકારી ગયા છે. હાલમાં સમુદ્રમાં તૈયાર થઈ રહેલી બે જુદી જુદી સીસ્ટમો એક ઓરીસ્સા બાજુ અને એક બંગાળની ખાડીમાંથી મધ્ય ભારત તરફ આગળ જતી રહી છે. અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૦૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારમાં અસર વર્તાશે પરંતુ તેની અસર સમગ્ર વિસ્તારમાં જાવા મળશે. જાકે અત્યારથી આ બંને સીસ્ટમોને કારણે કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલ્ટાઈ રહ્યું છે. આજે વહેલી સવારથી ચરોતર પંથકમાં વાદળોની આવન જાવન શરુ થઈ ગઈ છે અને ઠંડા પવનોની લહેર ફુંકાતા વહેલી સવારથી તાપમાનનો પારો દોઢ ડીગ્રી ઘટી ગયો છે. જેથી ગરમીમાંથી લોકોને થોડી રાહત મળી છે. જાકે આગામી બે દિવસ સુધી ગરમી ૪૨ ડીગ્રીની આસપાસ રહેશે તેવી સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જાકે ત્યારબાદ સક્રિય સીસ્ટમો આગળ ધપશે તો મધ્ય ભારત સહિતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલ્ટાઈ જશે. જેના કારણે ગરમીમાં રાહત મળશે. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે મહત્તમ તાપમાન ૪૧.૫ નોંધાયું છે. જ્યારે લઘુતમ તાપમાન ૨૮.૫ અને ભેજના ટકા ૭૨ નોંધાયા છે. પવનની ગતિ ૮.૩ નોંધાઈ છે. આગામી બે દિવસ સુધી ગરમીનો પારો વધઘટ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button