શું મોલ્સ અને મલ્ટીપેલ્ક્સ ખોલવાની તૈયારી કરી રહી છે સરકાર!! વાંચો સમગ્ર માહિતી….

લોકડાઉન-4 ને સમાપ્ત થવા માટે હવે બે દિવસ બાકી છે. લોકડાઉન-1 ની જાહેરાત 25 માર્ચે થઈ ત્યારથી મોલ્સ બંધ છે. લોકડાઉનના ચોથા તબક્કામાં સરકારે થોડી રાહત આપી હતી, પરંતુ મોલ ખોલવા દેવામાં નહોતા આવ્યાં. હવે સરકાર પણ તેને ખોલવાની વિચારણા કરી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય આ માટે આરોગ્ય મંત્રાલયના સંપર્કમાં છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનું કહેવું છે કે, જો આરોગ્ય મંત્રાલયની મંજૂરી મળશે તો શરત અને નિયમો સાથે મોલ્સ પણ ખોલવામાં આવશે. ગુરુવારે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સાથે વેપાર સંગઠનોના પ્રતિનિધિઓની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રિટેલ વ્યવસાયિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. માર્ગદર્શિકાઓમાં છૂટછાટ બાદ પણ છૂટક વેપારીઓને પડતી મુશ્કેલીઓ અંગે તેમણે કહ્યું કે, મોટાભાગની દુકાનોને જરૂરી અને બિન-જરૂરી ચીજોનો ભેદ રાખ્યા વિના ખોલવાની છૂટ આપવામાં આવી છે.