આણંદ

ચરોતરમાં અગામી દિવસોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાની આગાહી

આણંદ, તા. ૩૦
બંગાળ અને ઓરીસ્સાની ખાડીમાં તૈયાર થઈ રહેલ લો પ્રેશર સીસ્ટમને કારણે બે જુદી જુદી જગ્યાએ વાવાઝોડું સક્રિય થઈ ગયું છે અને હાલ ૭૦૦ કિ.મી. દુર હોવાની સંભાવના છે. અને અગામી બે દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના દરિયા કાંઠા પર વાવાઝોડું પહોંચે તેવી સંભાવના છે. વાવાઝોડાના પગલે હાલમાં પવનની ગતિમાં વધારા સાથે છુટાછવાયા વાદળો છવાયેલા જાવા મળે છે. જાકે ગરમીમાં ત્રણ થી ચાર ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે. પરંતુ ભેજનું પ્રમાણ વધી જતા ભારે બાફ મારતા લોકો પરેશાન થઈ ગયા છે.
આણંદ જીલ્લાના ખંભાત, બોરસદ, પેટલાદ સહિતના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે રાત્રે પવન સાથે હળવું માવઠુ થતા ગરમીમાં રાહત મળી હતી. જાકે ત્યારબાદ પવન પડી જતા ભારે બાફ મારતા આખી રાત લોકો હેરાન થયા હતા. અને હાલ કમોસમી માવઠાના પગલે ખેડુતોમાં ચિંતા વધી ગઈ છે. સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફુંકાઈ રહ્યો છે. અને હજુ પણ વરસાદ પડવાની શક્યતા છે. હાલમાં બાજરીનો પાક ખેતરમાં ઉભો છે તેમજ ઉનાળુ ડાંગર તૈયાર થઈ ગઈ છે. તેવામાં વરસાદી ઝાપટુ પડે તો બંને પાકોને ભારે નુકસાન થાય તેવી વકી છે. જેને લઈને ખેડુતો ચિંતિત જળવાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અગામી ૧લી જુનથી ૬ થી જુન દરમિયાન બે જુદી જુદી સીસ્ટમો વાવાઝોડા રુપે ત્રાટકશે. ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર ભારે જાવા મળશે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ આ સમયગાળા દરમિયાન હળવાથી ભારે વરસાદ સાથે પવન ફુંકાવાની સંભાવના રહેલી છે. જેને લઈને હાલમાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૨૮.૫ ડીગ્રી, ભેજના ટકા ૭૮, પવનની ઝડપ ૯ કિ.મી. નોંધાઈ છે. અગામી ત્રણ દિવસ દરમિયાન ચરોતરમાં હળવા વાદળો સાથે પવન ફુંકાશે. તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ થશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button