આણંદ
આણંદ રેલ્વે સ્ટેશન પર ટ્રેન વ્યવહાર શરૂ થતા મુસાફરો જાવા મળ્યા


આણંદ, તા. ૧
આણંદ રેલ્વે સ્ટેશન છેલ્લા દોઢ-બે માસથી મુસાફરી ટ્રેન માટે બંધ હતી. જેના પગલે દિવસ દરમિયાન રેલ્વે સ્ટેશન ખાલીખમ ભાસતું હતું. જાકે અનલોક-૧ માં કેટલીક ટ્રેનો શરુ કરવામાં આવી છે. જેના પગલે આજે વહેલી સવારથી જ રેલ્વે સ્ટેશનો ઉપર મુસાફરો જાવા મળ્યા હતા. આણંદ રેલ્વે વિભાગ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે દોઢ કલાક અગાઉ મુસાફરોને બોલાવવામાં આવે છે. અને સોશ્યલ ડીસ્ટન્સ સાથે માસ્ક અને સેનેટાઈઝીંગ વગેરેની તપાસ કર્યા બાદ જ મુસાફરોને બેસવા દેવામાં આવે છે. આજે સવારે આણંદ રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ બહારની સાઈડે સોશ્યલ ડીસ્ટન્સ સાથે મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.
Advertisement
Advertisement