નવી દિલ્હી

વર્ષ ૧૯૬૨ના યુદ્ધ જેવી હલચલ સરહદે દેખાઇ ભારત-ચીન સરહદ પર વિસ્ફોટક Âસ્થતી

દિલ્હી,તા. ૨
ચીન સાથે જાડાયેલા પૂર્વીય લડાખના સરહદી ગામોમાં રહેનાર આશરે ૨૦૦૦ લોકો આ સમગ્ર વિસ્તારમાં હાલમાં જારી ભારે સૈન્ય મુવમેન્ટના કારણે ભારે દહેશતમાં છે. વરિષ્ઠ લોકો દાવો કરી રહ્યા છે કે વર્ષ ૧૯૬૨ બાદ પ્રથમ વખત આ પ્રકારની હલચલ સરહદ પર જાવા મળી રહી છે. આટલા મોટા પાયે પ્રથમ વખત સરહદી વિસ્તારોમાં ભારત અને ચીની સેના આમને સામને આવી ગઇ છે. તંગદીલીને હળવી કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં Âસ્થતી સામાન્ય બની રહી નથી. લડાખ ઓટોનોમસ કાઉÂન્સલના એક સભ્ય દ્વારા કહેવામાં આવ્યુ છે કે ગામવાળા લોકો સૈનિકો તેમજ હથિયારોના મુવમેન્ટના કારણે હવે ખોફમાં છે. ચુશુલ નજીક ત્રણ પંચાયત વિસ્તારના આઠ ગામના લોકોને ભય છે કે વિસ્તારોને કોઇ પણ સમય હિંસા પોતાના સકજામાં લઇ શકે છે. ચીનની દરેક હરકત પર ભારતની નજર રહેલી છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પણ Âસ્થતી પર બાજ નજર રાખી રહ્યા છે. લડાખમાં છેલ્લા બે ત્રણ વર્ષ દરમિયાન ભારતે ડીબીઓ વિસ્તારમાં માર્ગો બનાવ્યા છે. ચીને એલએસી પાસે ૫૦૦૦ જવાનો તૈનાત કરી દીધા છે. ભારતે પણ જવાબમાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત કરી દીધા છે.એકબાજુ ચીન લડાખની સરહદ પર કોઇ તંગદીલી હોવાનો ઇન્કાર કરી કરે છે, સાથે સાથે Âસ્થતી સામાન્ય હોવાનો દાવો કરે છે. એકબાજુ ચીન સામાન્ય Âસ્થતીને લઇને દાવો કરે છે પરંતુ પોતાની સરહદમાં સેનાની ગતિવિધીને વધારવામાં વ્યસ્ત છે. સરહદ પર ચીની જવાનોની સંખ્યા વધી રહી છે. બીજી બાજુ ચીની ગતિવિધીને ધ્યાનમાં લઇને ભારતે પણ હવે જવાનોની સંખ્યા વધારી દેવા માટેની પ્રક્રિયા હાથ ધરી રહી છે. નવેસરના સેટેલાઇટ ફોટોથી જાણવા મળી રહ્યુ છે કે ગોગરા વિસ્તારમાં ચીને પોતાની જવાનોની સંખ્યા વધારી દીધી છે. ચીને ઉપરના વિસ્તારમાં જવાનોની સંખ્યા વધારી દીધી છે. બીજી બાજુ ભારત પણ પૂર્ણ રીતે તૈયાર છે. ભારતીય સુરક્ષા જવાનો પણ ચીનની સામે જારદાર રીતે તૈયાર છે. લડાખમાં ભારત દ્વારા કરવામાં આવેલા નિર્માણ કામથી ચીનની ઉંઘ હરામ થયેલી છે. ભારતે પણ પોતાની ગતવિધીને વધારી દીધી છે. ભારત અને ચીની સેના હવે આમને સામને છે. નવેસરના સેટેલાઇટ ફોટોથી કહી શકાય છે કે ચીનની સેનાએ પૈંગોન્ગ સો અને ગોગરા વિસ્તારની સામે બંને દેશોની સેના આમને સામને છે. ચીનની ગતિવિધીને ધ્યાનમાં લઇને ભારતે પણ હવે જવાનોની સંખ્યા વધારી દીધી છે. ભારતના ગોગરા પોસ્ટ પાસે ચીની જવાનો તૈનાત છે. અહીં મોટા પાયે ઝડપી ગતિવિધી ચાલી રહી છે. આ પહેલા શનિવારના દિવસે જારી કરવામાં આવેલા સેટેલાઇટ ફોટોથી જાણી શકાય છે કે પીએલએ ભારતના ગોગરા બેસથી ૧૧ કિલોમીટર ઉત્તરપશ્ચિમ તરફ છે. ¨ચીન સાથે જાડાયેલા પૂર્વીય લડાખના સરહદી ગામોમાં રહેનાર લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ¨વર્ષ ૧૯૬૨ બાદ પ્રથમ વખત આ પ્રકારની હલચલ સરહદ પર જાવા મળી રહી છે.¨પ્રથમ વખત સરહદી વિસ્તારોમાં ભારત અને ચીની સેના આમને સામને આવી ગઇ છે.¨ Âસ્થતી સામાન્ય હોવાની વાત કરીને ચીની સેના હલચલ હાલમાં જારદાર રીતે વધારી રહી છે¨ભારતીય સેના અને ભારત સરકારની Âસ્થતી પર તેમજ ચીની હરકત પર ચાંપતી નજર રહેલી છે ¨ચીને એલએસી પાસે ૫૦૦૦ જવાનો તૈનાત કરી દીધા છે¨ચીનની હરકત વચ્ચે ભારતે પણ પોતાના વિસ્તારમાં જવાનોની સંખ્યામાં સતત વધારો કર્યો છે

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button