આણંદ

આણંદ અપરા હોÂસ્પટલના પા‹કગમાંથી મોટરસાયકલની ચોરી

આણંદ, તા. ૫
આણંદ શહેરમાં અપરા હોÂસ્પટલના પા‹કગમાં પાર્ક કરેલી મોટરસાયકલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર ખેડા જીલ્લાના માતર તાલુકાના નધાનપુરા રામનગર ભરવાડના પરામાં રહેતા કાલુગીરી ભગવાનગીરી ગોસ્વામીના સાસુને હૃદયની તકલીફ ચાલતી હોય તેઓને આણંદની અપરા હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જેને લઈ કાલુગીરી ગોસ્વામી પણ મોટરસાયકલ લઈ પોતાની સાસુની સારવાર માટે હોÂસ્પટલમાં ગયા હતા અને મોટરસાયકલ હોÂસ્પટલના પા‹કગમાં પાર્ક કર્યું હતું. જે રાત્રીના સુમારે તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રાત્રીના દોઢ વાગ્યાના સુમારે કાલુગીરી હોÂસ્પટલમાંથી બહાર આવતા તેઓએ પોતાની મોટરસાયકલ નહી જાતા મોટરસાયકલની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોટરસાયકલનો કોઈ પત્તો નહી લાગતા મોટરસાયકલ ચોરી થઈ હોવાનું જણાતા તેઓએ આ બનાવ અંગે ૨૦ હજાર રુપિયાની કિંમતની ચોરી અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button