આણંદ
આણંદના કપાસિયા બજાર વિસ્તારના યુવકનો રીપોર્ટ કોરોના પોઝીટીવ

આણંદ,તા.૧૦
આણંદના કપાસીયા બજાર વિસ્તારમાં રહેતા ભરતભાઇ રાવળના નામના યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા આજરોજ આરોગ્ય વિભાગ પોલીસતંત્ર,નગરપાલિકા,દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સેનેટાઇઝ કરવાનો શરુ કર્યુ હતું. યુવક ભરત રાવળની વડોદરા ટ્રાવેલ હીસ્ટ્રીને ધ્યાનમાં લઇ લોકલ ટ્રાન્સમીશનથી તે કોરોના સંક્રમિત થયો હોવાનું જણાય છે. યુવકની પત્ની અને માતા પણ જુદા જુદા સ્થળેએ કામ કરતા હોય તેઓના પણ સ્વાસ્થ્યની ચકાસણી કરાશે.આ જ રોજ પોલીસ દ્વારા સ્થળની મુલાકાત લઇ કોર્ડન કરી કન્ટેઇન્મેન્ટ કરવાની શરુઆત કરી હતી. આ વાતની જાણ થતાં આણંદ ડીવાય એસપી બી.ડી.જાડેજા,ટાઉન પીઆઇ શ્રી ચૌહાણ,પ્રાંત અધિકારી શ્રીમતી દલાલ,આરોગ્ય અધિકારી,નગરપાલિકાના પ્રમુખ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને સંક્રમણ ન ફેલાય તે માટે યોગ્ય પગલા ંલીધા હતા.
Advertisement
Advertisement