આણંદ

જીલ્લામાં કોરોના બોમ્બ ફુટ્યો, એક જ દિવસમાંં કોરોના પોઝીટીવના ૯ કેસ નોંધાયા

આણંદ, તા. ૧૮
લોકડાઉન બાદ અનલોક-૧ માં છુટછાટ અપાતા આણંદ જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. અને એક જ દિવસમાં જીલ્લામાં કોરોના પોઝીટીવના સાત કેસ નોંધાયા છે. જેમાં આંકલાવ અને આસોદરમાં શાકભાજીના વેપારીનો કોરોના પોઝીટીવ કેસ આવતા કોરોના સંક્રમણ હજુ વધવાની ભીતિ સેવાઈ રહી છે. આજે નગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કોરોના પોઝીટીવ નોંધાયેલા દર્દીના નિવાસસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સેનેટાઈઝ કરવાની કામગીરી શરુ કરી હતી. તેમજ દર્દીના પરિવારજનો અને આસપાસમાં રહેતા લોકોનું આરોગ્યની ટીમો દ્વારા આરોગ્ય પરીક્ષણ કરી ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા બાર દિવસથી આણંદ જીલ્લામાં સતત કેસોનો વધારો થઈ રહ્યો છે અને જા સંક્રમણ રોકવા માટે તાકીદના પગલાં લેવામાં નહી આવે તો કેસોમાં સતત વધારો થતો જશે તેમ લાગી રહ્યું છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં ગઈકાલે કોરોના પોઝીટીવના ત્રણ કેસ નોંધાયા બાદ આજે આણંદ જીલ્લામાં વધુ સાત કેસ નોંધાયા છે. જેમાં આસોદર ગામે ઉંડુ ફળિયામાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા જીતેન્દ્રભાઈ રાવજીભાઈ પઢીયાર ઉ.વ. ૩૯, આંકલાવમાં ગંગાપાર્ક સામે આવેલ સર્વોદય સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા ભાવિનભાઈ કૈયાલાલ ચૌહાણ ઉ.વ. ૩૨, ઉમરેઠમાં મુળેશ્વર મહાદેવ નજીક દરજીવાડના નાકા પાસે રહેતા ફરીદમીયા કાસમમીયા ચૌહાણ ઉ.વ. ૬૫ તેમજ ઉમરેઠના વાઘનાથ ચકલા નજીક આંબલીચકલામાં રહેતા હીતેશભાઈ અંબાલાલ પટેલ ઉ.વ. ૩૯, વલ્લભ વિદ્યાનગરમાં રેલ્વે સ્ટેશન નજીક અવકુલ હોટલ પાછળ રહેતા લુકમાનખાન મામુરકાન મેવાડી ઉ.વ. ૪૭, પેટલાદ શહેરમાં જુમ્મા મસ્જીદ નજીક રહેતા મુનીરભાઈ મુસ્તુફાભાઈ પઠાણ ઉ.વ. ૪૦ અને ખંભાતમાં ચોવીસી બ્રહ્મપોળમાં રહેતા દિનેશભાઈ મોહનલાલ રાણા ઉ.વ. ૪૬ સહિત સાત વ્યÂક્તઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે. જે પૈકી છ દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. જ્યારે એક દર્દીની સ્થીતિ સ્ટેબલ છે. જ્યારે આણંદ શહેરમાં સો ફુટ રોડ ઉપર આવેલી શ્રીજીપાર્ક સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે વકીલ ઉસ્માનશા ભીખાસા દિવાન ઉ.વ. ૩૯ નો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. જેઓ વડોદરાની હોÂસ્પટલમાં સારવાર હેઠળ છે. આજે નગરપાલિકાની ટીમે તેઓના ઘરે દોડી જઈ મકાનને તેમજ આસપાસના વિસ્તારને સેનેટાઈઝ કરી તેમના પરિવારના ત્રણ સભ્યોનું આરોગ્ય પરીક્ષણ કરી તેઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. જ્યારે બાકરોલ ત્રિવેણી લેન્ડમાર્કમાં રહેતા અને વિદ્યાનગર ન્યુ સ્ટાઈલ બ્યુટીપાર્લર ચલાવતા તુલસીબેન રાકેશભાઈ સોની ઉ.વ. ૧૯ ને લો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. જેથી તેઓના ઘરમાં જ હોમ ક્વોરેન્ટાઈન કરી સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય અને પાલિકાની ટીમ દ્વારા તેમના મકાન અને આસપાસના વિસ્તારમાં સેનેટાઈઝ કરી તેમના પરિવારના સભ્યોનું આરોગ્ય પરીક્ષણ કર્યુંહતું. જાકે તેઓની લો પોઝીટીવ હોય હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા નથી.
જીલ્લામાં એકસાથે જુદા જુદા શહેરોમાં સાત કોરોના પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે અને આરોગ્ય વિભાગ તેમજ નગરપાલિકાની ટીમો દ્વારા જે તે વિસ્તારમાં કોરોના પોઝીટીવ દર્દીના મકાન અને આસપાસના વિસ્તારોમાં સેનેટાઈઝ કરી તેમજ કોરોના પોઝીટીવ દર્દીના પરિવારજનો અને તેમના સંપર્કમાં આવનાર લોકો અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્યની ચકાસણી કરી ડોર ટુ ડોર આરોગ્ય સર્વે હાથ ધરવામાં આવ્યું છે. આણંદ શહેરમાં તેમજ જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની વધતી જતી સંખ્યાને લઈ નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઈ ચાવડાએ લોકોને કોરોના સંક્રમણ રોકવા માટે તંત્રને સહયોગ આપવા તેમજ બહારગામથી કોઈપણ વ્યÂક્તને પોતાના ઘરે નહી બોલાવવા અને પોતે પણ બહારગામ કોઈના ઘરે નહી જવા તેમજ જા આપની આસપાસના વિસ્તારમાં કોઈ વ્યÂક્ત બહારગામથી રહેવા આવ્યું હોય તો તેની નગરપાલિકા અને આરોગ્ય વિભાગમાં જાણ કરવા તેમજ કોરોના સંક્રમણને રોકવા માટે લોકો સાથે હાથ નહી મેળવવા અને ભીડભાડવાળા વિસ્તારમાં નહી જવા માટે અપીલ કરી છે.

Advertisement
Advertisement

One Comment

  1. People are not wearing face mask and that is the reason behind such cases… Govt has to take strict action

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button