ખેડા અને આણંદ જિલ્લામાં સારસ ક્રૅન–વર્ષના સૌથી લાંબા દિવસે વિશ્વના સૌથી ઊંચા અને ઉડી શક્તા પક્ષીની ગણતરી

આણંદ, તા. ૨૨
વિશ્વનુ સૌથી ઉંચુ અને ઉડી શક્તુ પક્ષી – સારસ ક્રેન ખેડા, આણંંદ અને અમદાવાદ જિલ્લાઓમાં સારી સંખ્યામાં જોવા મળે છે. રાજ્યમાં ેંઁન્ ન્ંઙ્ઘ ની સારસ સંરક્ષણ યોજના વર્ષ ૨૦૧૫ થી ખેડા અને આણંદ જીલ્લામાં સારસની વસ્તી, પ્રજનન સ્થાનો અને સારસને નુક્સાનકારક પરીબળોનું ડોક્યુમેન્ટેશન કરે છે. આ પ્રોજેક્ટ અંતગૅત ખેડા અને આનંદ જિલ્લાના ૩૨ ગામોમાં ૮૮ ગ્રામીણ સારસ સંરક્ષણ જૂથો (ઇેટ્ઠિઙ્મ જીટ્ઠિેજ ઁિર્ીંર્ષ્ઠૈંહ ય્િર્ેpજ) ની રચના કરવામા આવી છે જે સ્વૈચ્છિક રીતે સારસ સંરક્ષણમાં સક્રિય છે અને ઇંડાની ચોરી, માળાના વિનાશ અટકાવી તેમજ જનજાગ્રુતિ ફેલાવી સારસનુ સંરક્ષણ કરે છે.
દર વર્ષે ૨૧ મી જૂને સારસ ક્રેનની ગણતરી એગ્રો વેટલેન્ડ લેન્ડસ્કેપમાં તેની વસ્તીના અંદાજ માટે કરવામાં આવે છે. પ્રોજેક્ટ દ્વારા ૨૦૨૦ માં પાંચમા સારસ ક્રેનની ગણતરી ૩૫ ગ્રામીણ સારસ સંરક્ષણ જૂથો, સામાજીક વનીકરણ વિભાગ નડીયાદ, ફદ્ગઝ્ર ના સ્વયંસેવકો અને ેંઁન્ પ્રોજેક્ટ ટીમની સક્રિય ભાગીદારી સાથે કરવામાં આવી હતી. ખેડા અને આણંદ જિલ્લાઓમાં નવ તાલુકાના ૯૬ ગામોને આવરી લેવામા આવ્યા હતા. ૨૧ જૂન, ૨૦૨૦ ના રોજ સારસ ગણતરી દરમ્યાન ૮૨૯ સારસ નૌંધવામા આવ્યા હતા, જેમા ૮૦ બચ્ચા સામેલ છે. ખેડા અને આણંદ જિલ્લામા ૬ સમુહ સ્થાન (ર્ઝ્રહખ્તિીખ્તર્ટ્ઠૈંહ ટ્ઠિીટ્ઠ) રેકાડૅ કરવામા આવ્યા હતા.
ગયા વર્ષની ગણતરી દરમિયાન ૭૭૨ સારસ ક્રેન નોધાયેલ હતા. ખેડા અને આણંદ જિલ્લામા એક દિવસીય સારસ ગણતરીનુ આયોજન અને સંકલન ડા. જતીન્દર કૌર – પ્રોજેકટ હેડ, ેંઁન્ સારસ સંરક્ષણ યોજના અને જતીન પટેલ, ફિલ્ડ ઓફિસર દ્વારા કરવામા આવ્યુ હતુ.