આણંદ

ઉમરેઠ નવાપુરા ચોકડી ઉપર ટેમ્પામાંથી વિદેશી દારૂની ૯૫ પેટી ઝડપાઈ

આણંદ, તા. ૩
ઉમરેઠ પોલીસ રાત્રીના સમયે પેટ્રોલીંગમાં નીકળી હતી ત્યારે બાતમી મળી હતી કે પાંડવણીયાથી ઉમરેઠ જઈ નવાપુરા ચોકડીથી રતનપુરા તરફ બોલેરો પીકઅપ ડાલુમાં વિદેશી દારુની હેરાફેરી થનાર તે બાતમીના આધારે પોલીસે નવાપુરા ચોકડી પાસેથી પીકઅપ ડાલુ અટકાવીને તલાસી લેતા ડાલુમાંથી ૯૫ પેટી વિદેશી દારુ મળી આવી હતી. જેની કિંમત ૫,૭૦,૦૦૦ રુપિયા સહિત ડાલુ કબ્જે કરી બે વ્યકિતઓની અટકાયત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ પોલીસ સ્ટેશનના હેકો નીલમકુમાર તથા પોલીસની ટીમ રાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પાંડવણીયાથી પીકઅપ ડાલુમાં વિદેશી દારુ ભરીને રતનપુરા તરફ આવવા નીકળેલ છે. તે બાતમીના આધારે પોલીસ નવાપુરા ચોકડી પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. બાતમીદારના વર્ણન મુજબના ડાલુ નં. જી.જે. ૭ વાય.ઝેડ. ૬૭૦૩ આવતા પોલીસે તેને અટકાવીને તલાસી લેતાં વિદેશી દારુના જુદા જુદા માર્કાને ૯૫ નંગ પેટી કુલ બોટલ ૧૧૪૦ કિં.રુ. ૫,૭૦,૦૦૦ મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે ડાલુના ડ્રાઈવરની પુછપરછ કરતા પુછપરછ કરતા તેને પોતાનું નામ જયદીપ ઉર્ફે શંભુ કનુભાઈ વાઘેલા રહે. નડિયાદનો હોવાનું જણાવ્યું હતું. ડ્રાઈવરે વધુમાં જણાવ્યું હતું કે બાલાસિનોરના વરસડા ગામના મનીષભાઈ જગદીશભાઈ મહેરા મારા મિત્ર થાય જેથી આ દારુ ભરીને ત્યાંથી નીકળ્યો હતો. આ દારુ ચકલાસી પહોંચાડવાનો હતો. જેથી પોલીસે જગદીશ ઉર્ફે શંભુ કનુભાઈ વાઘેલા રહે. ચકલાસી અને મનીષ જગદીશભાઈ મહેરા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button