ચીની કંપનીને ૪૫ હજાર કરોડ રૂપિયાનુ નુકસાન ટિક ટોક બેનની માઠી અસર

નવી દિલ્હી,તા. ૪
ભારતમાં શોર્ટ વિડિયો મેકિંગ એપ ટિકટોક પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ તેની પેરેન્ટસ કંપની બાઇટડાન્સને કરોડો રૂપિયાનુ નુકસાન થઇ રહ્યુ છે. ચાઇનીઝ મિડિયા ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ ટાઇમ્સ તરફથી કહેવામાં આવ્યુ છે કે ટિક ટોક પ્રતિબંધ બાદ બાઇટડાન્સને ૪૫ હજાર કરોડ રૂપિયાનુ નુકસાન થઇ રહ્યુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે હેલો અને ટિક ટોક જેવી એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ તેની સીધી અસર કંપનીના કારોબાર પર થઇ રહી છે. ઇન્ડસ્ટ્રીઝ રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છે કે ચીનથી બહાર ભારત ટિકટોકના સૌથી મોટા માર્કેટ તરીકે રહ્યા બાદ હવે તેની હાલત ખરાબ થઇ રહી છે. ભારત સરકાર તરફથી આ સપ્તાહની શરૂઆતમાં જ ટિક ટોક સહિત ૫૯ એપ્સ પર પ્રતિબંધ લાદી દેવાની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં ટિકટોક પણ સામેલ છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આની અસર ચાઇનીઝ ટ્રેડર્સ પર જાવા મળી રહી છે. ભારત સરકારના આ નિર્ણય બાદ ચીની રોકાણકારો આઅને ચીની કંપનીઓને પણ મોટો ફટકો પડી રહ્યો છે. બાઇટડાન્સને એપ પર એડ્સ દર્શાવવા અને અન્ય રીતે તેને જારદાર આવક થઇ રહી હતી. બેનના કારણે હવે તેની આવક ઘટી ગઇ છે. આ તમામ આક જીરો થઇ ગઇ છે. કંપનીના એપ્સ અને ખાસ કરીને ટિક ટોક ભારતના નાના નાના શહેરોમાં પણ લોકોમાં ચર્ચા જગાવવમાં સફળ રહેતા તેની સંખ્યા વધી રહી હતી. આંકડા પર વિશ્વાસ કરવામાં આવે તો લોંચ કરવામાં આવ્યા બાદ ભારતમાં ગુગલ પ્લે સ્ટોરથી ટિક ટોકને આશરે ૬૬ કરોડ વખત ડાઉનલોડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલમાં એપ્સને પ્લે સ્ટોર અને એ પ સ્ટોરમાંથી દુર કરી દેવામાં આવી છે. એક્સેસ કરવામાં કોઇને હવે સફળતા મળનાર નથી.ભારત સરકાર તરફથી કારણમાં કહેવામાં આવ્યુ છે કે ડેટા સિક્યુરિટીના કારણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દેશના નાગરિકોના ડેટા સુરક્ષા મામલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગલવાન ખીણમા ચીન સાથે લોહિયાળ સંઘર્ષમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા બાદથી જ સોશિયલ ંમિડિયા પર ચીની પ્રોડ્કસનો બહિષ્કાર કરવાની વાત ચાલી રહી હતી.