આણંદ

સોજીત્રામાં કોરોનામાં બેના મોત, પ્રજાની બેદરકારી ભારે પડી

સોજીત્રાવાસીઓમાં કોરોનાની કોઈ દહેશત નહી, તમામ નીતિનિયમો નેવે મુક્યા, અત્યાર સુધીમાં સોજીત્રામાં ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે અને એકનું મોત થયું હોવા છતાં લોકોને લગીરે ચિંતા નથી

આણંદ, તા. ૧૫
આણંદ જીલ્લા સહિત સોજીત્રામાં અનલોક-૨ માં સતત કોરોના સંક્રમણ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી સોજીત્રામાં ચાર કેસ પોઝીટીવ નોંધાયા છે અને ગઈકાલે કોરોના પોઝીટીવ આવેલા ૬૯ વર્ષના વૃદ્ધનું મોત થયું હોવા છતાં લોકો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કોઈ પ્રયત્ન કરતા નથી. અને કોરોનાની કોઈ ભીતિ જાેવા મળતી નથી. બજારમાં માસ્ક વગર ફરતા લોકો જાેવા મળી રહ્યા છે તેમજ બજારોમાં પણ સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ જાેવા મળી રહ્યો છે.
સોજીત્રા શહેરના મુખ્ય બજારોમાં દુકાનદારો સહિત શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓ વેચતા ફેરીયાઓ કોઈ પણ જાતનું સોશ્યલ ડીસ્ટન્સ જાળવ્યા વિના એક લાઈનમાં અડીને ઉભા રહે છે. તેમજ માસ્ક કે અન્ય કોઈ વસ્તુની તકેદારી રાખતા નથી. ફેરીયાઓ તો માસ્ક વિના લારી લઈને આખા નગરમાં ફરી રહ્યા છે. જ્યારે સામાન્ય જનતા પણ બજારમાં ખરીદી કરવા માટે આડેધડ રીતે ઉમટી પડે છે. તેઓ પણ માસ્કનું પાલન કરતા નથી અને ખરીદી કરવાની જગ્યાએ સામાજીક અંતર પણ જાળવતા નથી. તેમજ મોટાભાગના સેનેટાઈઝીંગનો ઉપયોગ કરતા નથી અને કામ સિવાય બજારમાં ટોળે વળીને બેસી રહે છે. સોજીત્રામાં છેલ્લા પાંચ દિવસમાં આઠ થી વધુ શંકાસ્પદ દર્દીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમ છતાં નગરજનોને કોરોનાના નિયમોનું પાલન કરવામાં કોઈ જ રસ નથી જાેવા મળતો નથી. કોરોનાની ગંભીર બીમારી પ્રત્યે બેદરકારી દાખવતા આગામી સપ્તાહમાં કોરોના સોજીત્રામાં મહાવિસ્ફોટ તરીકે ઉભરે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ માત્ર એકાદ બે વખત નિયમોનું પાલન કરવા માટેની જાહેરાતો કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. જેને લઈને જાગૃત નાગરિકો ચિંતિત જણાઈ રહ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button