નવી દિલ્હી

અયોધ્યામાં શિલાયન્સ પેહલા બોલ્યા લાલકૃષ્ણ અડવાણી:જાણો શું કીધું


અયોધ્યા રામ મંદિરમાં ભૂમિ પૂજનની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. સમગ્ર અયોધ્યાને દુલ્હનની માફક શણગારવામાં આવી છે. 5 ઑગષ્ટનાં થનારા ભૂમિ પૂજનમાં લાલકૃષ્ણ અડવાણીને આમંત્રણ નથી આપવામાં આવ્યું. જોકે આ પાછળ તેમની ઉંમરનું કારણ આપવામાં આવ્યું છે. હવે લાલકૃષ્ણ અડવાણીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે 1990માં રામ મંદિર આંદોલનમાં હાજરી આપવી મારા સૌભાગ્યની વાત છે.

અડવાણીને યાદ આવ્યા જૂના દિવસો

Advertisement

વરિષ્ઠ ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, “હું એ અનુભવી રહ્યો છું કે રામ જન્મભૂમિ આંદોલન દરમિયાન મે 1990માં સોમનાથથી અયોધ્યા સુધી રામ રથ યાત્રા તરીકે એક મહત્વપૂર્ણ કર્તવ્ય નિભાવ્યું, જેણે પોતાના અસંખ્ય સહભાગીઓની આકાંક્ષાઓ, ઊર્જાઓ અને ઝુનૂનને મજબૂત કરવામાં મદદ કરી.” લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, “ક્યારેક ક્યારેક કોઇકના જીવનમાં મહત્વપૂર્ણ સપનાઓ આવવામાં ઘણો સમય લાગે છે, પરંતુ જ્યારે તેમને આખરે ખબર પડે છે ત્યારે ઇંતઝાર ઘણો સાર્થક થઈ જાય છે. આવું જ એક સપનું મારા દિલની નજીક છે જે હવે પૂર્ણ થઈ રહ્યું છે.”

અડવાણીએ કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં શ્રીરામ મંદિરનાં નિર્માણની આધારશિલા રાખી રહ્યા છે. આ ખરેખર મારા માટે જ નહીં, પરંતુ તમામ ભારતીયો માટે એક ઐતિહાસિક અને ભાવનાત્મક દિવસ છે.” તેમણે આગળ કહ્યું કે, “રામ જન્મભૂમિ પર શ્રીરામ માટે એક ભવ્ય મંદિર ભારતીય જનતા પાર્ટી માટે એક ઇચ્છા અને મિશન રહ્યું છે. આ શુભ અવસર પર હું રામ જન્મભૂમિ આંદોલનમાં બહુમૂલ્ય યોગદાન અને બલિદાન આપનારા ભારત અને દુનિયાના સંતો, નેતાઓ અને લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરવા ઇચ્છુ છું.”

Advertisement

મને આ વાતની ખુશી

લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, “મને એ વાતની ખુશી છે કે નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટના નિર્ણાયક ચુકાદાના કારણે શ્રીરામ મંદિરનું નિર્માણ શાંતિના માહોલમાં શરૂ થઈ રહ્યું છે. આ ભારતીયો વચ્ચેના બંધનને મજબૂત કરવામા એક લાંબો રસ્તો નક્કી કરશે. શ્રીરામ ભારતની સાંસ્કૃતિક અને સભ્યતાની વિરાસતમા એક સન્માનિત સ્થાન પર બિરાજમાન છે. આ મારો વિશ્વાસ છે કે આ મંદિર તમામ ભારતીયોને તેમના ગુણો વિશે જણાવશે. આ મારો વિશ્વાસ છે કે શ્રીરામ મંદિર તમામ માટે ન્યાયની સાથે એક મજબૂત, સમૃદ્ધ, શાંતિપૂર્ણ અને સામંજસ્યપૂર્ણ રાષ્ટ્ર તરીકે પ્રતિનિધિત્વ કરશે અને કોઈને પણ બહાર નહીં કરે, જેથી આપણે ખરેખર રામરાજ્યમાં સુશાસનના પ્રતીક બની શકીએ.”

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button