નવી દિલ્હી

રેલવેનો મોટો ર્નિણયઃ ટૂંક સમયમાં ખતમ થશે ખલાસી સિસ્ટમ,હવે નહીં થાય નવી નિયુક્તિ

નવી દિલ્હી,તા.૭
ભારતીય રેલવ ટૂંક સમયમાં અંગ્રેજોના સમયથી ચાલી આવતી ખલાસી સિસ્ટમ ને બંધ કરવા જઈ રહી છે. તેની સાથે જ પ્યૂન ની નિયુક્તિ પણ હવે નહીં થાય. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, બંગલો પ્યૂન, રેલવે અધિકારીઓના ઘરે કામ કરે છે. રેલવે બોર્ડે તેમની નવી નિયુક્તિ પર રોક લગાવી દીધી છે. રેલવે બોર્ડે તેની સાથે જોડાયેલા આદેશને ૬ ઓગસ્ટે જાહેર કરી દીધો છે. નોંધનીય છે કે, રેલજેમાં હજુ પણ અનેક વ્યવસ્થા અંગ્રેજોના જમાનાની છે. રેલવેના મોટાભાગના અધિકારી જ્યાં સુધી નોકરી કરે વે, બંગલો પ્યૂનની સુવિધા લે છે. આ અધિકારી પોતાની મરજીના વ્યક્તિને બંગલો પ્યૂનના નામે રેલવેમાં નોકરી લગાડી દેતા હોય છે. બે-ત્રણ વર્ષ તે સાહેબના બંગલોમાં રહે છે, પછી તે મરજી મુજબની જગ્યાએ પોસ્ટિંગ મેળવી લે છે અને સાહેબની પાસે નવો બંગલો પ્યૂન આવી જાય છે.રેલવે બોર્ડે શું કર્યો આદેશ?
રેલવે બોર્ડ ટેલીફોન અટેન્ડન્ટ કમ ડાક ખલાસી ના પદને લઈ પણ સમીક્ષા કરી રહ્યું છે. પીટીઆઈ મુજબ, ડાક ખલાસીની નિયુક્તિ વિશેનો મુદ્દો રેલવે બોર્ડમાં સમીક્ષાને આધીન છે. તેથી એવો ર્નિણય લેવામાં આવ્યો છે કે ડાક ખલાસીના રૂપમાં નવી નિયુક્તિ નહીં થાય.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button