આણંદ

કોંગ્રેસ દ્વારા ધરપકડના નાટક માટે મંજુરી વિના ધરણા કરાતા પોલીસે ડીટેઈન કર્યા

આણંદ, તા. ૨૮
કોરોના મહામારીના સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જી અને નીટની પરીક્ષાઓ યોજવાના નિર્ણયમાં આગળ વધતા પ્રદેશ કોંગ્રેસ દ્વારા તેના વિરોધમાં અપાયેલા રાજ્ય વ્યાપી ધરણા પ્રદર્શન કાર્યક્રમને લઈ આણંદ જીલ્લા કોંગ્રેસ દ્વારા ધરપકડ વહોરવાનો નાટક કરવા માટે આ ધરણા પ્રદર્શનની મંજુરી લેવામાં આવી ન હતી. અને મંજુરી વિના ધરણા પ્રદર્શન કરવા જતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી આણંદ જીલ્લામાં કોંગ્રેસ દ્વારા માત્ર નામ પુરતા વિરોધ કાર્યક્રમો આપવામાં આવે છે. અને માત્ર ગણતરીના સમયમાં જ મીડીયા પાસે ફોટોસેશન કરાવી વિરોધ કાર્યક્રમ સમેટી લેવામાં આવે છે. કોરોના મહામારીના સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જી અને નીટની પરીક્ષાઓ યોજવાના નિર્ણયમાં આગળ વધી રહી હોય જેને લઈ કેન્દ્ર સરકાર હાલમાં આ પરીક્ષાઓ મોકુફ રાખે તેવી માંગ સાથે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ ધરણાની કોઈ મંજુરી લેવામાં આવી ન હતી. જાે મંજુરી વિના ધરણા કરવામાં આવે તો પોલીસ અટકાયત કરશે. તેવું જાણવા છતા કોંગ્રેસના સ્થાનિક નેતાઓ દ્વારા ધરણાં માટે પોલીસની મંજુરી લેવામાં આવી ન હતી. અને ધરણાંનો કાર્યક્રમ કરવા જતા પોલીસે તેઓની અટકાયત કરી હતી. જાે કોંગ્રેસ દ્વારા પોલીસની પરવાનગી લઈ ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેની અસર થઈ હોય પરંતુ નેતાઓ માત્ર શો બાજી કરવા માંગતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેમજ સ્થાનિક નેતાઓએ કોરોના મહામારી અંતર્ગત કરેલા આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતાઓ માસ્ક વિના ફરતા જાેવા મળ્યા હતા. શું તેઓને કોરોના સંક્રમણની ગાઈડલાઈન લાગતી નથી. તેવો પ્રશ્નાર્થ લોકોએ કર્યો હતો.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button