આણંદ

રંગાઈપુરા ચોકડી પાસે વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપાયો

આણંદ, તા. ૫
પેટલાદ તાલુકાના રંગાઈપુરા ચોકડી પાસેથી પેટલાદ ટાઉન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારુની બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારુની બોટલ અને મોબાઈલ ફોન સાથે ૫૪૦૦ રુા.નો મુદ્દામાલ કબ્જે કરી પેટલાદ ટાઉન પોલીસ મથકે દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી વિગતો અનુસાર પેટલાદ ટાઉન પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે રંગાઈપુરા ચોકડી પાસે થેલી લઈને ઉભેલો દીપકકુમાર પ્રભુભાઈ ગોહીલ પોલીસને જાેઈને સંતાવા જતા પોલીસે શંકાના આધારે તેને ઝડપી લઈ તેની પાસેથી થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારુની એક બોટલ કિં.રુા. ૪૦૦ ની મળી આવતા પોલીસે આ દારુની બોટલ અંગે પુછપરછ કરતા તે સિહોલ ગામના ચકાભાઈ પુનમભાઈ જાદવ પાસેથી ૮૦૦ રુા.માં વેચાણ લાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે તેની પાસેથી વિદેશી દારુની બોટલ અને એક મોબાઈલ ફોન સહિત ૫૪૦૦ રુા.નો મુદ્દામાલ કબ્જે કરી આ બનાવ અંગે પોકો રઘુવીરસિંહની ફરિયાદના આધારે પેટલાદ ટાઉન પોલીસ મથકે દીપકભાઈ પ્રભુભાઈ ગોહીલ રહે. મેનસનની ચાલી પેટલાદ અને ચકાભાઈ પુનમભાઈ જાદવ રહે. સિહોલ વિરુદ્ધ દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button