Banking

કંગનાની ઓફિસ ઉપર ચાલ્યું BMCનું બુલડોઝર, ગેરકાયદે નિર્માણને તોડી પાડ્યું

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને ઉદ્ધવ સરકાર સાથેની દુશ્મની મોંઘી પડી રહી છે. બીએમસીએ બાંદ્રા વેસ્ટના પાલી હિલ રોડ ઉપર આવેલી કંગના રનૌતની ઓફિસમાં ગેરકાયદે નિર્માણ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. બીએમસીના કર્મચારીઓ કડક કાર્યવાહી કરી કંગનાની ઓફિસને તોડી પાડી રહી છે. બીએમસીની ટીમ જેસીબી અને મજદૂરો સાથે કંગનાની ઓફિસે પહોંચી તોડફોડ શરૂ કરી દીધી છે. જેને લઈને કંગના ટ્વિટ પર ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી રહી છે. તેણે એક ટ્વિટમાં તો બીએમસીની ટીમને બાબરની સેના કહી છે. 

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને ઉદ્ધવ સરકાર સાથેની દુશ્મની ભારે પડી રહી છે. બીએમસીએ બાંદ્રા વેસ્ટના પાલી હિલ રોડ ઉપર આવેલી કંગના રનૌતની ઓફિસના ગેરકાયદેસર બનાવેલા બિલ્ડીંગને તોડી પાડવાની તૈયારી કરી લીધી છે. એક ખાનગી ચેનલ સાથે વાત કરતા બીએમસીના સીનિયર અધિકારીનું કહેવું છે કે અમે કંગાને 24 કલાકનો સમય આપ્યો છે. પરંતુ તેમની તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

બીએમસીના ઓફિસરોએ કહ્યું કે કંગનાએ ઓફિસની અંદર ગેરકાયદે નિર્માણ કર્યું છે. એટલા માટે કાર્યવાહી કરવામાં આવશે. તેમનું કહેવું છે કે તે ઔપચારિક્તાઓ પૂરી કરી રહી છે અને કાગળ તૈયાર કરવામાં આવી રહ્યા છે. એકવાર કાગળ તૈયાર થઈ જાય પછી બીએમસીની ટીમ ગેરકાયદે ઓફિસને તોડી પાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button