નવી દિલ્હી

ગરબા આયોજકોનું સરકાર પર દબાણ,નવરાત્રિ મહોત્સવની મંજૂરી આપો નહી તો કલાકારો બેકાર થશે

નવી દીલ્હી,તા.૧૦
ગુજરાતમાં ૧૭મી ઓકટોબરથી શ થનારી નવરાત્રીના આયોજન માટે રાજ્ય સરકારે હજી સુધી કોઇ ર્નિણય કયેર્ા નહીં હોવાથી ગરબાના સંચાલકોએ મુખ્યમંત્રી વિજય પાણી પર દબાણ વધારી દીધું છે. તેઓએ ખાત્રી આપી છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે નવરાત્રી કાર્યક્રમ કરવા દેવા જોઇએ, કે જેથી આ ક્ષેત્રના લોકોની રોજગારી જળવાઇ રહે. અનલોક–૪માં ઘણી બધી રાહતો આપવામાં આવી છે ત્યારે સરકારે પણ આ મહિનાના અતં સુધીમાં કોઇ ર્નિણય લેવો જોઇએ.એક તરફ ગરબા એસોસિયેશનના પ્રમુખ રાજ ગઢવીએ મુખ્યમંત્રી વિજય પાણીને પત્ર લખી કહ્યું છે કે કોવિડની હોસ્પિટલોમાં દર્દીઓ માટે ગરબા ગવડાવામાં આવે છે. રાયમાં બધી જ સંસ્થાઓ ખૂલી ચૂકી છે ત્યારે ગરબાના કલાસ તેમજ નવરાત્રીના આયોજનને મંજૂરી આપવી જોઇએ. બીજી તરફ ઇવેન્ટ સંચાલકોએ પણ સરકાર પર દબાણ વધાયુ છે છતાં સરકારે કોઇ સ્પષ્ટ્રતા હજી સુધી કરી નથી. ગયા મહિને યારે ઇવેન્ટ સંચાલકો મુખ્યમંત્રી વિજય પાણીને મળવા આવ્યા હતા ત્યારે પાણીએ કહ્યું હતું કે સપ્ટેમ્બરના અતં સુધીમાં સરકાર નવરાત્રી અંગે ર્નિણય લેશે. હવે આ સંચાલકોએ દબાણ શ કયુ છે.
મહત્વની બાબત એવી છે કે નવરાત્રીના આયોજનને મંજૂરી મળે તે માટે રાજ્યના ચાર શહેરોમાં ગાયકો અને મ્યુઝીક આર્ટિસ્ટ તરફથી અખડં મત્રં જાપ શ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ૭૨ ગાયકો અને ૪૮ મ્યુઝિક આર્ટિસ્ટ જોડાયા હતા. અમદાવાદ, વડોદરા, પાટણ અને મહેસાણામાં ૧૨ કલાક સુધી સંગીત સાથે મંત્રજાપ કરવામાં આવ્યા હતા. જો સરકાર નવરાત્રી મહોત્સવ માટે શરતી મંજૂરી નહીં આપે તો કલાવૃંદ, મ્યુઝિશિયન્સ, ગરબા સંચાલકો, પાર્ટીપ્લોટના સંચાલકો અને નવરાત્રી સાથે સંકળાયેલી સંસ્થાઓમાં ગંભીર બેરોજગારી તોળાઇ રહી છે.
રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય પાણી મંજૂરી આપે તે પછી વિભાગ દ્રારા ર્નિણય કરવામાં આવશે. અમારી પાસે કેટલાય સંચાલકોની રજૂઆત આવે છે પરંતુ કોરોના સંક્રમણ હજી ચાલુ હોવાથી તેમજ સંક્રમણ વધતું હોવાથી અત્યારના તબક્કે સરકાર કોઇ ર્નિણય લઇ શકે તેમ નથી.
૦-૦-૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button