મુંબઇ

સેંસેક્સ ૪૩૫ પોઇન્ટ સુધરીને નવી ઉંચી સપાટી પર પહોંચ્યો

શેરબજારમાં આજે ફરી એકવાર તેજીનુ મોજુ ફરી વળ્યુ હતુ.કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૪૩૫ પોઇન્ટ સુધરીને ૪૧૪૨૦ની ઉંચી સપાટી પર હતો. અનેક શેરમાં તેજી રહી હતી. સવારના કારોબારમાં આઇટીસીના શેરમાં ત્રણ ટકાનો ઉછાળો રહ્યો હતો. તાતા સ્ટીલના શેરમાં એક ટકાનો ઉછાળો રહ્યો હતો. સવારના કારોબાર દરમિયાન અન્ય અનેક શેરમા તેજી રહી હતી. નિફ્ટીએ ફરી એકવાર ૧૨૪ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. જે થી તેની સપાટી ૧૨૧૫૦ રહી હતી. સવારમાં તમામ નિફ્ટી સેક્ટર ઇન્ડેક્સમાં તેજી રહી હતી. બ્રોડર માર્કેટમાં મિડ કેપમાં ઇન્ડેક્સમાં ૧૦૫ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. આવી જ રીતે સ્મોલ કેપમાં સપાટી ૮૬ પોઇન્ટ ઉપર પહોંચી હતી. આજે ડિેસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામ ૨૯૫ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે. ૧૭મી જાન્યુઆરી બાદથી તેલ કિંમતોમાં ૧૪ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. ડિસેમ્બર ત્રિમાસિક ગાળાની કમાણીની સિઝનમાં છેલ્લા
સપ્તાહમાં ૨૩૩૦ જેટલી કંપનીઓ આ સપ્તાહમાં તેમના આંકડા જારી કરનાર છે. પીએફસીના પરિણામ બુધવારના દિવસે તથા બીપીસીએલ, નેસ્લે ઇન્ડિયા, પેજ ઇન્ડસ્ટ્રી અને
વોડાફોનઆઈડિયાના પરિણામ ગુરુવારના દિવસે જાહેર કરાશે. બાલાકૃષ્ણ ઇન્ડસ્ટ્રી અને ગ્લેનમાર્ક ફાર્મા તેમજ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પરિણામ શુક્રવારના દિવસે જારી કરાશે. માર્કેટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, કોર્પોરેટ જગતની નજર જાહેર કરવામાં આવનાર સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ ફુગાવા ઉપર પણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button