BankingcricketGamesIPL

IPL 2020: પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સે ટૂર્નામેન્ટ ઓપનરમાં મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે હરાવ્યું, રાયુડુ અને ડુ પ્લેસીસે ફિફટી મારી

  • મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટે 162 રન કર્યા, ગિડીએ 3 વિકેટ, જ્યારે જાડેજા અને ચહરે 2-2 વિકેટ લીધી
  • તિવારીએ ટૂર્નામેન્ટની પહેલી સિક્સ મારી, રોહિતે ફોર ફટકારીને મેચની શરૂઆત કરી, CSKએ DRS લીધો
  • ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ UAEમાં એકપણ મેચ જીત્યું નથી, 6 વર્ષ પહેલા પાંચેય મેચ હાર્યું હતું

ચેન્નાઈ સુપરકિંગ્સે IPL 2020ની પહેલી મેચમાં અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે હરાવ્યું છે. 163 રનનો પીછો કરતા ચેન્નાઈએ 4 બોલ બાકી રાખીને મેચ જીતી હતી. તેમના માટે અંબાતી રાયુડુએ IPL કરિયરની 19મી ફિફટી ફટકારતા સર્વાધિક 71 રન કર્યા. જયારે ફાફ ડુ પ્લેસીસે પણ ફિફટી મારી હતી. તેણે અણનમ 58 રન કર્યા હતા. તેમજ છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવેલા સેમ કરને 6 બોલમાં 18 રન કરીને અંતે મેચમાં માત્ર ઔપચારિકતા બાકી રાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button