નવી દિલ્હી

સંપૂર્ણ રીતે સ્વસ્થ નથી થયાં છતાં ડોનાલ્ડ ટ્રમ્પ માસ્ક ઉતારીને વ્હાઈટ હાઉસ પહોંચ્યા

સૈન્ય હોસ્પિટલમાંથી વ્હાઈટ હાઉસમાં શિફ્ટ કરાયા ઃ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ટ્‌વીટ કરીને આપી માહિતી
વોશ્ગિટન,તા.૬
કોરોના પીડિત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ન સ્વાસ્થ્યમાં હવે સુધારો થઈ રહ્યો છે. તેમને સૈન્ય હોસ્પિટલમાંથી વ્હાઈટ હાઉસમાં શિફ્ટ કરાયા છે. આ જાણકારી ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ટ્‌વીટ કરીને આપી. ડોક્ટરોના જણાવ્યાં મુજબ ટ્રમ્પ્ની સારવાર હવે વ્હાઈટ હાઉસમાં જ કરવામાં આવશે.ડોનાલ્ડ ટ્રમ્પ્ની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છે. પરંતુ હજુ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ નથી. આથી તેમની આગળની સારવાર હવે વ્હાઈટ હાઉસમાં જ કરવામાં આવશે. ટ્રમ્પ્ને સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ સાડા ૬ વાગ્યાની આસપાસ વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરથી વ્હાઈટ હાઉસ શિફ્ટ કરાયા. ડોક્ટરોએ જણાવ્યું કે રાષ્ટ્રપતિનું ઓક્સિજન લેવલ સામાન્ય છે અને તેમને રેમડેસિવીરનો પાંચમો ડોઝ હવે વ્હાઈટ હાઉસમાં જ આપવામાં આવશે.
હોસ્પિટલમાંથી રજા મળતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે ’હું આજે સાંજે ૬.૩૦ વાગે ગ્રેટ વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરથી નીકળીશ. હું સારું મહેસૂસ કરી રહ્યો છું. તમારે લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી. તેને તમારા જીવન પર હાવી ન થવા દો. ટ્રમ્પ પ્રશાસન દરમિયાન અમે કેટલીક સારી દવાઓ અને જાણકારીઓ વિક્સિત કરી છે. હું ૨૦ વર્ષ પહેલા જેવું મહેસૂસ કરતો હતો તેનાથી પણ સારું મહેસૂસ કરી રહ્યો છું.
ચૂંટણી ટાણે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ટ્રમ્પ્ના પ્રચાર અભિયાન પર સવાલ ઊભો થઈ ગયો હતો. જો કે ટ્રમ્પે ત્યારે પણ કહ્યું હતું કે તેઓ જલદી સાજા થઈને અભિયાનની કમાન સંભાળશે. અત્રે જણાવવાનું કે ટ્રમ્પ અને તેમના હરિફ જો બિડેન વચ્ચે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ ગઈ છે. બીજી ડિબેટ ૧૫ ઓક્ટોબરે મિયામીમાં છે. ટ્રમ્પ અને તેમના સમર્થકોને આશા છે કે તેઓ આ ડિબેટ પહેલા સાજા થઈ જશે.
સારવાર દરમિયાન ટ્રમ્પ રવિવારે હોસ્પિટલમાંથી બહાર ઘૂમવા માટે નીકળ્યા હતાં. જેથી કરીને તેમની ખુબ ટીકાઓ થઈ હતી. ડોક્ટરોની સાથે જ અમેરિકી ઈન્ટેલિજન્સ ઓફિસર્સે રાષ્ટ્રપતિના આ પગલાંની ટીકા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button