નવી દિલ્હી

વડાપ્રધાન મોદીએ જન આંદોલનની કરી શરૂઆત, એક સાથે આપણે કોરોના સામે જીતીશુંઃપીએમ મોદી

નવી દિલ્હી, તા. ૮
વડાપ્રધાન મોદીએ આજથી કોવિડ-૧૯નો પ્રસાર રોકવાના અભિયાનની શરૂઆત કરી છે. જે અંતર્ગત તેમણે ટ્‌વીટ કરી લોકોને કોરોના પ્રત્યે જાગૃતતા માટે આ અભિયાનની શરૂઆત કરી છે. કોરોનાને લઈને વડાપ્રધાન મોદીએ ટિ્‌વટ કરી છે.
વડાપ્રધાન મોદીએ ટ્‌વીટમાં લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે માસ્ક પહેરો, હાથ ધોવો, સોશિયલ ડિસ્ટન્સ પાળો. બે લોકો વચ્ચે ૨ ગજની દૂરીનું પાલન કરો. તેમજ તેમણે કહ્યું છે કે એક સાથે આપણે કોરોના સામે જીતીશું.
આજથી શરૂ થયેલા પીએમના કોરોના જાગૃતિ અભિયાનને જન આંદોલન નામ અપાયું છે. તહેવારો, શિયાળાની સાથે સાથે અર્થવ્યવસ્થાને ધ્યાને રાખી આ ખાસ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટસિંગ, હાથ સ્વચ્છ રાખવાનો સંદેશ અપાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે કોરોના વાયરસની વિરુદ્ધ એક જાગૃતતા અભિયાનની શરૂઆત કરવામાં આવી. બુધવારે વડાપ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ પીએમ મોદી કોવિડ માટે જન આંદોલન નામના અભિયાનની શરૂઆત કરશે. આ અભિયાનની શરૂઆત આગામી તહેવારો અને દેશની અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય જન ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે. આ અભિયાન હેઠળ વધુ કોરોનાના કેસ ધરાવતા જિલ્લાઓમાં ટાર્ગેટેડ કોમ્યુનિકેશન થશે. તેની સાથે જ પ્રત્યેક નાગરિક સુધી પહોંચવા માટે સરળ અને સરળતાથી સમજી શકાય તેવા સંદેશા જાહેર કરવામાં આવશે.
વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે તમામ મીડિયા પ્લેટફોર્મોનો ઉપયોગ કરીને સમગ્ર દેશમાં પ્રસાર થશે અને જાહેર સ્થળો પર બેનર અને પોસ્ટર લગાવાશે, ફ્રન્ટલાઇન વર્કર્સ અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને આ અભિયાનમાં સામેલ કરવામાં આવશે.જાણકારી આપવામાં આવી છે કે સરકારી પરિસરોમાં હોર્ડિંગ્સ/વોલ પેઇન્ટિંગ/ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડના માધ્યમથી કોરોનાની વિરૂદ્ધ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. સાથોસાથ જાગૃતિ અભિયાનના સંદેશને દરેક ઘર સુધી પહોંચાડવા માટે સ્થાનિક અને રાષ્ટ્રીય પ્રભાવશાળી વ્યક્તિઓને સામેલ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button