નવી દિલ્હી

ગુજરાત કોંગ્રેસની ઇચ્છા પ્રિયંકા ગુજરાતથી રાજયસભાની ઉમેદવારી કરે

અમદાવાદ, તા.૩
૨૬મીએ યોજાનારી રાજયસભાની ચૂંટણીમાં ગુજરાતથી પૂર્વ યુપીના મહામંત્રી પ્રિયંકા ગાંધી પક્ષના ઉમેદવાર બનવા જોઇએ એવી માંગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કેન્દ્રીય નેતાગીરી સમક્ષ કરશે તેવું જાણવા મળે છે. આગામી ૨૬મી માર્ચે ગુજરાતમાં રાજયસભાની ચાર સીટો માટે ચૂંટણી યોજાઈ રહી છે. એવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ યુપીના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવાય તેવી માગણી પાર્ટીમાં કરશે. રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ચારમાંથી બે બેઠકો જીતશે તેવો અંદાજ છે, ઉપરાંત પ્રિયંકા ગાંધી ગુજરાતથી ચૂંટણી લડશે તો પાર્ટી કાર્યકર્તા અને ધારાસભ્યોના ઉત્સાહમાં પણ વધારો થશે. ગુજરાતમાં રાજયસભાની ચાર સીટો માટે ૨૬મી માર્ચે ચૂંટણી યોજાવાની છે, જે માટે ૧૩મી માર્ચ સુધીમાં ઉમેદવારી નોંધાવવાની રહેશે. મધ્ય પ્રદેશ કોગ્રેંસ યુનિટ ઉપરાંત કોંગ્રેસ સાશિત રાજયો જયાં રાજયસભાની ચૂંટણી યોજાવાની છે, તેઓ ઈચ્છે છે કે પ્રિયંકા ગાંધી ઉમેદવાર બને. જો આવું થાય છે તો આ પ્રિયંકા ગાંધીની આ રાજકારણમાં એન્ટ્રી બાદ પહેલી ચૂંટણી લડશે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું, અમે પાર્ટીના પ્રેસિડેન્ટ સોનિયા ગાંધી સમક્ષ વિનંતી કરીશું કે તે ગુજરાતની રાજયસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવે.
અમે થોડા સમયમાં ટોચના નેતૃત્વ સમક્ષ આ વાત મૂકીશું. જોકે ધાનાણીએ આ ઉપરાંત અન્ય કોઈ ઉમેદવારનું નામ લેવાનું ટાળ્યું હતું. ધાનાણીએ કહ્યું, ગુજરાતની રાજયસભાની ચૂંટણીમાં ઉમેદવાર બની શકે તેવા દ્યણા સીનિયર નેતા અને કાર્યકર્તાઓ છે.
દિલ્હીમાં પાર્ટી તરફથી લેવાયેલા નિર્ણયનો તમામ ધારાસભ્યો સ્વીકાર કરશે. ધાનાણીએ કહ્યું કે, અમે ભાજપ પાસેથી એક સીટ છીનવીને ચારમાંથી બે સીટોમાં જીત મેળવીશું. જો ભાજપ અમારા ધારાસભ્યોને પોતાના તરફ કરવાનો પ્રયાસ કરશે તો તેને ૨૦૧૭ના રાજયસભા ચૂંટણીમાં મળેલી હાર જેવી ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડશે.
જે ચાર સીટો માટે ચૂંટણી યોજાઈ રહી છે તેમાંથી ત્રણ સીટો પર ભાજપ છે, વિધાનસભામાં ૧૮૦ વોટોના કારણે કોંગ્રેસ ચારમાંથી બે સીટો જેવી તેવી સ્થિતિ છે. જો ભાજપે હાલની પોતાની ત્રણ સીટો જાળવી રાખવી હોય તો કોંગ્રેસના ધારાસભ્યોનું ક્રોસ-વોટિંગ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button