નવી દિલ્હી

સુરતમાં વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપની ચાલુ સભાએ ઇંડા ફેંકાયા

કોંગ્રેસનું કાવતરું હોવાનો આરોપ

નવી દીલ્હી,,તા.૧૯
શહેરના પૂણાના યોગી ચોક ખાતે ધારી વિધાનસભા બેઠકના ભાજપ્ના ઉમેદવાર જે.વી. કાકડીયા માટે વિજય વિશ્વાસ સંમેલન નામે ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ ઉમેદવાર જે.વી. કાકડીયાની સ્પીચ દરમિયાન સ્ટેજ પાછળથી ઈંડા ફેંકાયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ આ કાર્યક્રમમાં જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન લોકોની લાઈનો લાગતા સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ ગાઈડલાઈનનું અમલીકરણ કરવામાં ખુદ આયોજકોએ વેઠ ઉતારી હતી. એક તરફ પીએમ મોદીથી લઇને તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો વારંવાર અનુરોધ કરાતો હોવા છતાં શાસક પક્ષ ભાજપ જ તેનો અમલ નથી કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
યોગી ચોક પાસે આવેલા આનંદ ફાર્મમાં ભાજપ દ્વારા આયોજિત વિશ્વાસ સંમેલન કાર્યક્રમમાં ઉમેદવાર ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદ દર્શનાબેન જરદોશ, આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને ધારાસભ્યો હાજર હતા. જ્યારે જે.વી. કાકડીયાની સ્પીચ ચાલી રહી હતી ત્યારે સ્ટેજની નજીક એપાર્ટમેન્ટની બાજુની ખુલ્લી જગ્યામાંથી કોઈએ આનંદ ફાર્મની અંદર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. જેથી ઘડીભર કાકડીયા ભાષણ દરમિયાન અટવાયા હતા. ભાજપ્ના કાર્યકરો તાત્કાલિક ફાર્મની પાછળ દોડીને જોયું તો ત્યાં કોઈ નહોતું.
કોંગ્રેસનું જ કારસ્તાન હોવાનો આરોપ
ઈંડા ફેંકવાની ઘટનાને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ વખોડી જણાવ્યું કે, બીજું તો કઈ થઈ શકે એમ છે નહિં પરંતુ એટલે કોંગ્રેસના લોકો આવા કારસ્તાન કરે છે. સામાન્ય વ્યક્તિને આવું કરવામાં કોઈ રસ ન હોઈ શકે. તેઓએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ હતાશ થઈ ગઈ હોવાથી તેઓ ભાજપ્ની સભામાં બે એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લી જગ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ઈંડા ફેંકાયાનું કહ્યાં બાદ પોલીસની એન્ટ્રી થઈ હતી અને સભા પૂરી થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.
સુરતના શહેરના પુણા અને કતારગામ વિસ્તારમાં ધારી વિસ્તારના ઘણાં લોકો રહેતા હોવાથી ધારી બગસરા ખાંભા વિધાનસભા મત વિસ્તારના ભાજપ્ના ઉમેદવાર જે.વી.કાકડીયા માટે યોગી ચોક ખાતે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કાર્યક્રમમાં જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. જમણવાર માટે લોકોની લાંબી લાઇનો પણ લાગી હતી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button