મુંબઇ

રિતિક -સુઝેન ફરી નજીક છે બાળકોને લઇને બંને સાથે આવી જાય છે મતભેદો બંને દુર કરી રહ્યા છે ઃ સમાધાન કરવાના પ્રયાસા

રિતિક રોશન અને તેની પૂર્વ પત્નિ સુઝેન વચ્ચે મતભેદો સંપૂર્ણપણે દુર થઇ ગયા છે. આ બન્ને હાલમાં તેમના બાળકો સાથે સતત નજરે પડીરહ્યા છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે બંને બાળકો માટે ક્યારેય કોઇ બાંધછોડ કરતા નથી. બંને આશાવાદી પણ છે.હવે કોરોના કાળમાં સાથે રહ્યા બાદ ફરી સમાધાન કરવાના મુડમાં છે. પરિવાર દ્વારા પણ તેમને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બાળકો સાથે રિતિક અને સુઝેન હમેંશા સાથે સમય ગાળે છે. રિતિકના ખરાબ અને વિવાદના સમયમાં અને સારા સમયમાં તે હમેંશા સાથે રહી છે. સુપર-૩૦ અને વોર ફિલ્મની સફળતા બાદ સુઝેન રિતિક રોશનની ખુબ પ્રશસા પણ કરતી નજરે પડી છે. ગયા વર્ષે પણ રિતિક, સુઝેન અને બાળકો સમર હોલિડેની મજા માણતા નજેર પડ્યા હતા. તેમના મિત્રો પણ સાથે હતા. રિતિક રોશન અને પરિવારના સભ્યો, સ્વદેશ ફિલ્મની અભિનેત્રી દાયત્રી જાેશી અને સોનાલી બેન્દ્ર પણ તેમની સાથે હતા. કેલિફોર્નિયામાં ડિઝની લેન્ડ ખાતે આ ગ્રુપના તમામ સભ્યો સાથે રહ્યા હતા. હાલમાં અભિનત્રી સોનાલી બેન્દ્રે એ જાહેરાત કરી હતી કે તેના પુત્ર રણવીર બહેલની સાથે તે પણ વેકેશન પર છે. સુઝેન અને રિતિક રોશન હાલમાં બાળકોની સાથે છે. તમામ મતભેદો ભુલી ચુક્યા છે. બાળકોની સાથે ભરપુર મસ્તી કરી રહ્યા છે. ફેમિલી વેકેશનની માજા માણી રહ્યા છે. રિતિક અને સુઝેને ડિસેમ્બર ૨૦૧૩માં અલગ થઇ જવાની જાહેરાત કરતા બોલિવુડમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. નવેમ્બર ૨૦૧૪માં બન્ને એકબીજાથી અલગ થઇ ગયા હતા. ૧૭ વર્ષ સુધી તેમના લગ્ન જીવનનો ગાળો રહ્યો હતો. આ ગાળા દરમિયાનબે પુત્રો થયા હતા. આ બન્ને પુત્રોનો સુઝેન અને રિતિક હજુ પણ ખુબ પસંદ કરે છે. સુઝેન અને રિતિક વચ્ચે હજુ મજબુત મિત્રતા છે. ગયા વર્ષે ફેમિનાને આપેલી મુલાકાતમાં સુઝેને કહ્યુ હતુ કે અમે સાથે મળીને અલગ થવાનો નિર્ણય કરી ચુક્યા છીએ. અમે હજુ નજીકના મિત્રો છીએ. અમે લાંબા સમય સુધી હજુ સાથે લાહી વાત કરીએ છીએ. બન્ને તહેવાર અને જન્મદિવસની ઉજવણી સાથે કરે છે. ફિલ્મના સ્ક્રેનિંગ વેળા પણ સાથે રહે છે. થોડાક સમય પહેલા માલદીવ અને દુબઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button