મુંબઇ

કેટરીના પાસે ઓછી ફિલ્ અક્ષય કુમારની સાથે સુર્યવંશી ફિલ્મ રોકાઇ ગઇ કોરોના વાયરસના કારણે તમામ કલાકારોને નુકસાન છ

મુંબઇ,તા. ૨૮
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કેટરીના કેફને પણ અપેક્ષા મુજબની સફળતા છેલ્લા કેટલાક સમયથી મળી રહી નથી. કોરોનાના કારણે તેની અક્ષય કુમારની સાથે સુર્યવંશી ફિલ્મ અટવાઇ પડી છે. જેથી તે હાલમાં નિરાશ છે. જાે કે આ ફિલ્મને લઇને આશાવાદી પણ છે. કારણ કે તે અક્ષય કુમારની સાથે લાંબા ગાળા બાદ પરત ફરી રહી છે. કોરોના કાળ પહેલા તેની સલમાન ખાનની સાથે ભારત ફિલ્મ આવી હતી. જે બોક્સ ઓફિસ પર સરેરાશ સફળતા મેળવી ગઇ હતી. તેની પાસે પણ વધારે ફિલ્મ હવે આવી રહી નથી. તેની કેરિયરને પણ હવે બ્રેક વાગે તેવી શક્યતા છે. કોરોનાના કારણે તમામ ફિલ્મોના શુટિંગ રોકાઇ ગયા છે. કેફે પોતાની ફિલ્મો કેમ ફ્લોપ સાબિત થઇ રહી છે તે અંગે હાલમાં માહિતી આપી હતી. કેટરીના કેફે કહ્યુ છે કે હાલમાં તેનુ ધ્યાન ફિલ્મથી અન્યત્ર કેન્દ્રિત થઇ ગયુ હતુ. તે કેટલાક વિવાદમાંથી પસાર થઇ હતી. તે આ ગાળામાં રજૂ થયેલી ફિલ્મો પર ધ્યાન આપી શકી ન હતી. હવે કેટરીના કેફનુ કહેવુ છે કે તે ફરી ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. થોડાક સમય પહેલા કરેલી ભુલોને સુધારી રહી છે. સુર્યવંશીમાં ખુબ મહેનત કરી હોવાનો દાવો કેફે કર્યો છે. આ ફિલ્મને કેવો પ્રતિસાદ મળે છે તે બાબત તો લોકો જ નક્કી કરશે. કેટરીના કેફની છેલ્લી કેટલીક ફિલ્મો બિલકુલ ફ્લોપ રહી છે. જેમાં ફિતુર, બાર બાર દેખોનો સમાવેશ થાય છે. તેની અને રણબીર કપુર વચ્ચે તમામ બાબતો યોગ્ય રીતે ચાલી રહી ન હતી. રણબીર કપુર સાથે મજબુત મિત્રતા અને ત્યારબાદ તેની સાથે સંબંધોમાં બ્રેક અપના કારણે કેટરીના સંપૂર્ણપણે ભાંગી પડી હતી. હવે ફરી ધીમે ધીમે નિરાશામાંથી બહાર નિકળી રહી છે. કેટરીના કેફ બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર પૈકીની એક તરીકે રહી છે. તે નંબર વનની દોડમાં સૌથી આગળ રહી છે. તે એકલા હાથે પણ ફિલ્મો હિટ કરવાની ક્ષમતા ધરાવે છે. ત્રણેય ખાન સાથે કામ કર્યા બાદ તે હવે વધારે અનુભવી સ્ટાર તરીકે ઉભરી છે. હવે અક્ષય કુમારની સાથે તે સુર્યવંશી નામની ફિલ્મને લઇને સંપૂર્ણ તૈયાર છે. જાે કે આ ફિલ્મ ક્યારે રજૂ કરાશે તે સંબંધમાં હજુ માહિતી જાહેર કરાઇ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button