મુંબઇ

નુસરત પણ ફિલ્મમાં ટકી ગઇ સતત સ્પર્ધા હોવા છતાં તેની પાસે ફિલ્મો આવી

મુંબઇ,તા.૫
બોલિવુડમાં નવી અભિનેત્રી નુસરત ભરૂચા હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં વધારે વિશ્વાસ સાથે વધી રહી છે.તે લા કાપ સ્પર્ધા હોવા છતાં બોલિવુડમાં મજબુતી સાથે આગળ વધી રહી છે. ગ્લેમર અને ગ્લેમર વગરના રોલ માટે તેની પાસે ફિલ્મ આવી રહી છે. તેનુ કહેવુ છે કે તે કોરોના વાયરસના કારણે ફિલ્મ ઉદ્યોગ બંધ રહ્યા બાદ હવે ફરી શરૂ થતા કેટલીક વધારે ફિલ્મ કરનાર છે.તેની પાસે હાલમાં કઇ ફિલ્મ છે તેની માહિતી તે પોતે પણ આપી રહી નથી. જાે કે તેની પાસે કોરોના વચ્ચે નવી ફિલ્મોની ઓફર આવી ચુકી છે. છેેલ્લે રજૂ કરવામાં આવેલી તેની ફિલ્મ સોનુ કે ટિટુ કી સ્વીટી બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા હાંસલ કરી ચુકી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રહેલા લોકો હવે તેને જુદી રીતે જાેવા લાગી ગયા છે. તેનામાં હવે આત્મવિશ્વાસ દેખાઇ રહ્યો છે. નવા નિર્માતા નિર્દેશકો તરફથી પણ તેને હવે સારી ઓફર મળે તેવી શક્યતા છે. નુસરતે કહ્યુ છે કે આ ફિલ્મ રજૂ થયા બાદ તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી છે. પ્યાર કા પંચનામા ફેઇમ નુસરતે કહ્યુ છે કે તેની બોલબાલા હવે વધી રહી છે. કેટલાક લોકો તેને ઓફર કરી રહ્યા છે. સોનુ કે ટિટુ કી સ્વીટી ફિલ્મ ન્યુ એજ લવ ટ્રાઇગલ સ્ટોરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. આ ફિલ્મ ૧૦૦ કરોડની કમાણી કરીને તમામનુ ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી. ફિલ્મ સાથે જાેડાયેલા નિષ્ણાંત તરણ આદર્શે કહ્યુ છે કે આ ફિલ્મ ખરેખર સારી ફિલ્મ છે. જે ૧૦૦ કરોડના આંકડાને પાર કરી ચુકી છે. નવી પેઢીને ફિલ્મમાં રહેલા કલાકારો પસંદ પડી રહ્યા છે. વર્ષ ૨૦૧૮માં પદ્માવત અને હવે સોનુ કે ટિટુ કી સ્વીટી ફિલ્મનો સમાવેશ થાય છે. યુવા અભિનેત્રી આવનાર સમયમાં વધારે સારી ફિલ્મો કરવા માટે આશાવાદી છે.
૦-૦-૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button