આણંદ

નડીયાદ શહેરમાં તસ્કરોએ હાથ અજમાવી બંધ મકાનમાંથી સાડા સાત હજારની મત્તા ચોરી ગયા

નડિયાદ શહેરમાં પીજ રોડ પરના બંધમકાનમાં તસ્કરોએ તાળા નકૂચા તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી તેમાંથી રોકડ, ચાંદીના દાગીના સહિતની માલમતાની ચોરી કરીને લઇ ગયા હતા. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો દર્જ કરી વધુ તપાસ હાથ ધરી છે. નડિયાદ શહેરના પીજ રોડ પરની શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં ડેનીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન (ઉવ.૨૯)ની માલીકીનું મે.એ.ડી.બ્રધર્સ નામનું પોલ્ટ્રીફાર્મ આવેલ છે. તેમના પત્ની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. દરમિયાનમાં ગત ૧૭/૧૧ થી ૧૯/૧૧ સુધીના સમયગાળામાં અજાણ્યા શખસોએ બંધમકાનના તાળા નકૂચા તોડી અંદર પ્રવેશી તિજોરીનું લોક તોડી તેમાંથી રોકડ રૂ.૧૭૦૦ તથા રૂ.૪૦૦૦ના બે જોડી ચાંદીના છડા, ચાંદીની કંઠી રૂ.૨૦૦૦ની મળી કુલ રૂ.૭૭૦૦ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોએ ઘરના સામાનને વેરણછેરણ કર્યો હતો. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ડેનીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની ફરિયાદના આધારે અજાણ્યા શખસો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button