આણંદ

વલ્લભવિદ્યાનગરની યુવતી પાસે જાતીય માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી


વલ્લભવિદ્યાનગરમાં મોટા બજાર રબારીવાસમાં રહેતી યુવતી પાસે ભાદરણનાં યુવકએ જાતીય માંગણી કરી આબરુ લેવાનો પ્રયાસ કરી બિભત્સ વર્તન કરતા આ બનાવ અંગે યુવતીએ વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર વલ્લભવિદ્યાનગરમાં મોટા બજારમાં રબારીવાસમાં રહેતા ગીતાબેન મધુભાઈ રબારીને આજથી ચાર વર્ષ પૂર્વે નોલેજ હાઈસ્કુલમાં રીપીટર તરીકે ભણવા આવેલા ભાદરણ રબારીવાસમાં રહેતા હાર્દિક ઉર્ફે રાહુલ મુકેશભાઈ રબારી સાથે પરિચય થયો હતો,અને બન્ને વચ્ચે બોલચાલનાં સંબધો હતો,આ સમયે હાર્દિક ઉર્ફે રાહુલએ ગીતાબેનને તું મારી સાથે સંબધ રાખ તેમ કહેતા ગીતાબેને સંબધો રાખવાની ના પાડી હતી,અને તેણે ગીતાબેન સાથે સગાઈ કરવા પણ દબાણ કર્યું હતું,પરંતુ ગીતાબેનનાં પિતાજીએ હાર્દિક ઉર્ફે રાહુલ આવારા અને રખડું ટાઈપનો છોકરો હોય સગાઈ કરવાની ના પાડી દીધી હતી અને એક વર્ષ પૂર્વે ગીતાબેનની સગાઈ પેટલાદનાં જનક જાદવભાઈ રબારી સાથે કરવામાં આવી હતી.ગીતાબેનની બીજી જગ્યાએ સગાઈ થઈ ગઈ હોવા છતાં હાર્દિક ઉર્ફે રાહુલ અવારનવાર ગીતાબેનને ખોટી રીતે હેરાન કરી તું મને ગમી ગઈ છું,મારે તારી સાથે લગ્ન કરવા છે,જાે તું સીધી રીતે નહી માનું તો તને ઉઠાવીને લઈ જઈશ તેમ કહેતા ગીતાબેનએ આ અંગે પોતાનાં માતા પિતાને જાણ કરી હતી,જેથી ગીતાબેનનાં માતા પિતાએ સમાજનાં માણસોને ભેગા કરીને હાર્દિક ઉર્ફે રાહુલને ઠપકો આપ્યો હતો અને સમાજનાં આગેવાનો વચ્ચે પડતા આ બાબતે તેઓએ કોઈ ફરીયાદ કરેલી નહી. ગીતાબેન રાત્રીનાં સુમારે ચાલવા માટે નિકળી હતી અને તેણી ખોડીયાર માતા મંદીરથી સરદાર પટેલ સ્ટેચ્યુ પાસેનાં રોડ પરથી પસાર થતી હતી ત્યારે નંબર પ્લેટ વગરની કાર લઈને હાર્દિક ઉર્ફે રાહુલએ આવીને ગીતાની પાછળ પાછળ ચાલીને તું મને ખુબજ ગમે છેે,તેમ કહી બિભત્સ શબ્દો ઉચ્ચારીને તું મારી સાથે એકવાર આવી જા તેમ કહીને જાતીય માંગણી કરીને ગીતાનો હાથ પકડી લઈ કીસ કરવાનો પ્રયાસ કર્યો હતો,આ સમયે ગીતાનો પિતરાઈ ભાઈ આવી જતા રાહુલ ઉર્ફે હાર્દિક તેની કારમાં બેસી ગયો હતો અને આ બાબતે તારા માતા પિતા કે ભાઈઓને જાઁણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.જેથી આ બનાવ અંગે ગીતાબેનએ વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે હાર્દિક ઉર્ફે રાહુલ મુકેશભાઈ રબારી રહે.રબારીવાસ,ભાદરણ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button