નવી દિલ્હી

અમદાવાદમાં કફ્ર્યુ નો અમલ શરુ ,શહેરના માર્ગો સુમસામ

અમદાવાદ,તા.૨૧
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની સ્થિતી ફરી એકવાર બેકાબુ બની જતા લેવામાં આવેલા ૫૭ કલાકના કફ્ર્યુની આજે સવારે શરૂઆત થઇ હતી. આની સાથે જ શહેરના તમામ રસ્તાઓ ફરી એકવાર સુમસામ બની ગયા હતા. તમામ દુકાનો અને અન્ય ધંધા બંધ થઇ ગયા છે. સંચારબંધી અમલી કરવામાં આવ્યા બાદ હવે આ ૫૭ કલાક સુધી રહેશે. શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી આની શરૂઆત થઇ ગઇ હતી. લોકોમાં ફરી વ્યાપક દહેશત વધી ગઇ છે. સાથે સાથે કેસોમાં રેકોર્ડ સંખ્યામાં વધારો થયાબાદ સાવચેતીના પગલારૂપે શુક્રવારે સાંજે નવ વાગ્યાથી સંપૂર્ણ કરફ્યુ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે હવે અમલી બની ચુક્યો છે. જે સોમવારના દિવસે સવાર સુધી અમલી રહેશે. શહેરના જુદા જુદા ઝોનમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આવી સ્થિતીમાં આખરે આ નિર્ણય કરવામાં આવ્યોછે. મંગળવારના દિવસથી રાત્રે નવ વાગ્યાથી સવાર સુધી સંચારબંધી અમલી રહેશે. દિવાળી પર્વ પર અંધાધુધ રીતે લોકોએ કોઇ પણ નિયમો પાળ્યા વગર શહેરના મુખ્ય બજારોમાં ભારે ભીડ જમાવ્યા બાદ કેસોમાં ભડકો થયો છે. સંચારબંધી દરમિયાન દુધ અને મેડિકલ સિવાય બાકીની તમામ ચીજાે બંધ છે. મોડી રાત્રે અમદાવાદમાં કોરોનાની સ્થિતીની સમીક્ષા બેઠક કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આશરે ૬૦ કલાક સુધી સંચારબંધી લાગુ રહેશે. અતિ આવશ્યક સેવા માત્ર ચાલુ રાખવામાં આવી છે. કોરોના વાયરસની સ્થિતી જટિલ બની રહી છે અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ આઠ વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકી દીધા છે. અમદાવાદના સાઉથ ઝોનમાં સૌથી વધારે વિસ્તારો છે. સોમવાર દુકાનો અને બજારો ખુલી ગયા બાદ ફરી રાત્રી સંચારબંધી યથાવત રીતે અમલી રહેનાર છે. લોકોમાં કોરોના વાયરસને લઇને વ્યાપક દહેશત દેખાઇ રહી છે. એકલા અમદાવાદમાં કોરોના વાયરસની સ્થિતી સતત વણસી રહી છે. હાલમાં દિવાળી તહેવાર પર લોકોએ કોરોના નિયમો પાળ્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button