નવી દિલ્હી

આતંકી સંસ્થાઓ દ્વારા દેશના નેતાઓને નિશાન બનાવી ચીઠ્ઠી મોકલી કોરોના સંક્રમિત કરવાનું કાવતરુ

નવી દીલ્હી,તા.૨૧
ભારત સહિત દુનિયાભરમાં કોરોનાવાયરસ મહામારી ના કેસમાં ફરીવાર ઉછાળો આવ્યો છે અને અમુક દેશોમાં બીજી અને ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે ત્યારે ઈન્ટરપોલ દ્વારા ભારત સહિત વિશ્વના અનેક દેશોને એવી ચેતવણી આપવામાં આવી છે કે કોરોના સંક્રમિત ચિઠ્ઠીઓ મોકલીને નેતાઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે.
આતંકી સંસ્થાઓ દ્વારા કોરોના સંક્રમિત ચિઠ્ઠીઓ અને પત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે તેવી બાતમી મળ્યા બાદ વિશ્વના મોટાભાગના દેશોને ચેતવી દેવામાં આવ્યા છે અને તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે.
ભારત સહીત વિશ્વની ટોચની રાજકીય હસ્તિઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે તેવી ચેતવણી ભારતની ગુપ્તચર એજન્સીઓ અને તપાસ એજન્સીઓને આપી દેવામાં આવી છે.
ઇન્ટરપોલ દ્વારા એવી બાતમી પણ આપવામાં આવી છે કે કેટલાક લોકો કોરોના સંક્રમિત હોવા છતાં જાણીજોઈને એવા વિસ્તારોમાં ફરી શકે છે જ્યાં વધુમાં વધુ લોકો અને નેતાઓ તેમ જ મહત્વની વ્યક્તિઓ ને ઈનફેક્ટ કરી શકાય.
આવા લોકોની સામે સાવધાની રાખવા અને મહત્વના નેતાઓ અને મહત્વની વ્યક્તિઓ ને કોઇ પ્રકારની ચિઠ્ઠી કે પત્રો મળે નહીં તેવી વ્યવસ્થા ગોઠવવાની પણ સૂચના ઈન્ટરપોલ દ્વારા ભારત સહિતના દેશોને આપવામાં આવી છે.
આતંકવાદી સંગઠનો દ્વારા આ પ્રકારનું કાવતરું ઘડીને કોરોનાવાયરસ નો સહારો લઈને વિશ્વના ટોચના લોકોને નિશાન બનાવવાની ગોઝારી યોજના વિશે ઇન્ટરપોલને ચોક્કસ બાતમી મળી છે તેવો દાવો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button