નવી દિલ્હી

ટેક્સ હેવન દેશોના નામે એમએનસીની ભારતમાં ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની ચોરી

લંડન, તા. ૨૦
ટેક્સ હેવન દેશોના નામે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અબજોપતિઓ વ્યક્તિગતરૂપે વિવિધ દેશોમાં પ્રત્યેક વર્ષે ૪૨,૭૦૦ કરોડ ડોલરની ટેક્સ ચોરી કરે છે. ભારતમાં એમએનસી અને વ્યક્તિગત કરદાતા વાર્ષિક રૂ. ૭૦૦૦૦ કરોડની ટેક્સ ચોરી કરે છે તેમ વૈશ્વિક સંસૃથા ધ ટેક્સ જસ્ટિસ નેટવર્કે તેના સૌપ્રથમ વાર્ષિક રિપોર્ટમાં દાવો કર્યો છે.
વિશ્વ આજે કોરોના સામે લડી રહ્યું છે ત્યારે એમએનસી અબજો ડોલરનો નફો ટેક્સ હેવન દેશોમાં ટ્રાન્સફર કરી રહી છે. આની સામે વૈશ્વિક સ્તરે પગલાં લેવાં સંસૃથાએ વિનંતી કરી છે. ધ ટેક્સ જસ્ટિસ નેટવર્ક (ટીજેએન) સંસૃથાનો દાવો છે કે તેણે કંપનીઓ અને કોર્પોરેટ માંધાતાઓ દ્વારા જાહેર સ્તરે આપેલી વિવિધ દેશોની ટેક્સ ચૂકવણીની માહિતીનું આકલન કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે.
સંસૃથાને આશા છે કે આગામી જી૨૦ બેઠકમાં વિકસિત અને વિકાસશીલ દેશો સર્વાનુમતે ટેક્સના સંદર્ભમાં નિયમોને વધુ કડક બનાવશે. આ રિપોર્ટ મુજબ બહુરાષ્ટ્રીય કંપનીઓ કોર્પોરેટ કાયદાનું અસ્તિત્વ ન હોય આૃથવા આવા કાયદાઓમાં છીંડા હોય તેવા દેશોમાં ૧૩૮ ટ્રિલિયન ડોલરના મૂલ્યનો નફો ટ્રાન્સફર કરીને ટેક્સ ચોરી કરે છે.
આ સાથે બહુરાષ્ટ્રીય કંપનીઓની કુલ ટેક્સ ચોરીનો આંકડો ૨૪,૫૦૦ કરોડ ડોલરને આંબી જાય છે જ્યારે ધનિકો ટેક્સ હેવન દેશોના નામે વ્યક્તિગત સ્વરૂપે ૧૮,૨૦૦ કરોડ ડોલરની ટેક્સ ચોરી કરે છે.ટીજેએને જણાવ્યું હતું કે, તેણે ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઈસીડી) અને બહુુરાષ્ટ્રીય કંપનીઓએ પોતે જાહેર કરેલા આંકડાઓનું વિશ્લેષણ કરીને કોર્પોરેટ ટેક્સ ચોરી અંગેનો આ રિપોર્ટ તૈયાર કર્યો છે.
જોકે, આ રિપોર્ટમાં કંપનીઓની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ટીજેએને જણાવ્યું હતું કે, આ ડેટા સંકેત આપે છે કે ૧૦ ટ્રિલિયન ડોલરથી વધુની નાણાકીય અસ્કયામતો ધરાવતા ધનિકોએ તેમણે ચૂકવવો જોઈએ તેના કરતાં ૧૮,૨૦૦ કરોડ ડોલરનો ઓછો ટેક્સ ચૂકવ્યો છે.સંસૃથાએ જણાવ્યું છે કે જી૨૦ દેશોએ પ્રત્યેક બહુરાષ્ટ્રીય કંપનીઓના દેશથી દેશના આધારે નફાના દસ્તાવેજો મેળવવા જોઈએ, જેથી તેઓ કોર્પોરેટ ટેક્સ ચોરી અને જ્યુરિસ્ડિક્શનના વિવાદને ટાળી શકે અને કંપનીઓને જે-તે દેશમાં ટેક્સ ચૂકવવા ફરજ પાડી શકે. આ રિપોર્ટ મુજબ દેશોના એકત્રીત ટેક્સ નુકસાન માટે કેમેન આઈલેન્ડ, બ્રિટિશ ઓવરસીસ ટ્રીટી જવાબદાર છે. તેમના કારણે વૈશ્વિક ટેક્સ નુકસાન ૭૦૦૦ કરોડ ડોલર (૧૬.૫ ટકા) થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button