નવી દિલ્હી

આતંકી ગુરુ મસૂદ અઝહરના ભાઈના ઈશારે ભારતમાં તબાહીનું કાવતરું હતું

નવી દીલ્હી,તા.૨૧
કાશ્મીરના નગરો તા પાસે ઍનકાઉન્ટરમાં માર્યાગયેલા ચાર આતંકવાદીઓને પાકિસ્તાનના આતંકી ગુરુ મસૂદ અઝહરના ભાઈ તરફથી નિર્દેશો મળતા હતા અને તેના ઈશારા પર ભારતમાં વ્યાપક તબાહી ફેલાવવાનું કાવતરું હતું એવી હકીકત બહાર આવી છે.
ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા જે બાતમી હતી તેના પરથી આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું અને ત્યારે આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા હતા પરંતુ વાસ્તવમાં આ એક બહુ મોટું કાવતરું હતું તેમ ગુપ્તચરો એ શોધી કાઢ્યું છે અને સુરક્ષા દળના વડાએ પણ એમ કહ્યું છે કે બહુ મોટી યોજના આતંક ફેલાવવાની હતી.
આતંકવાદીઓ પાસેથી જીપીએસ ડિવાઇસ અને મોબાઈલ ફોન મળ્યા હતા અને તેના આધાર પર જે તપાસ કરવામાં આવ્યું છે તેમાંથી એવી બાતમી નીકળી છે કે પાકિસ્તાનમાં આવેલા આતંકી ગુરુ મસૂદ અઝહરના ભાઈ દ્વારા આતંકવાદીઓને ભારતમાં અલગ-અલગ શહેરોમાં આતંક ફેલાવવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આ ચારેય આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં તેમજ દેશના અન્ય ભાગોમાં મોટા આતંકવાદી હુમલા કરવા માટે આવ્યા હતા પરંતુ ગુપ્તચરો દ્વારા બાતમી મેળવવામાં આવી હતી અને સુરક્ષાદળો અને તેની જાણ કરી દેવામાં આવી હતી.
કાશ્મીરમાં પણ વ્યાપક તબાહી મચાવવા નું એમનું કાવતરું પરંતુ તેમના તમામ પ્લાન નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે અને સમયસર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button